________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ૦૧૦
અમૂલ્ય પ્રકાશન છે. અર્વાચીન કવિતાના ત્રણ સ્તબ¥ા પાડી તે તે ગાળાની કવિતાનાં પ્રેરક બળેા અને મુખ્ય લક્ષણાની સવિસ્તર નોંધ લીધા પછી આધુનિક કવિતાપ્રવાહતી સમીક્ષા કરીને અર્વાચીન કાવ્યપ્રવૃત્તિની સ`પૂર્ણ વિકાસશૃંખલા શ્રી. સુંદરમે આ પુસ્તકમાં કુશળપણે યેાજી છે. ‘ઓછા જાણીતા રહેલા કવિ અને કૃતિઓમાંથી બને ત્યાં લગી તેમના ગુણુતે છતા કરી આપે તેવાં અવતરણા જરા છુટ્ટા હાથે' તેમણે વેર્યાં છે; તે નરસિંહરાવ, કલાપી, ખબરદાર, ન્હાનાલાલ આદિની કડક દૃષ્ટિએ સમીક્ષા કરી છે. અભ્યાસ, શ્રમ, નિષ્ઠા, ગુણાનુરાગિતા, સકતાને પારખવાની આમૂલ પકડ, સ્પષ્ટવક્તૃત્વ અને અરવિંદની કાવ્યભાવનાને રંગ શ્રી. સુંદરમની વિવેચકતાના મુખ્ય ગુણેા છે.
૧૩
‘ગુજરાતી સાહિત્યની રૂપરેખા 'માં શ્રી. વિજયરાય વૈદ્યે સાહિત્યથી પરિચિત અભ્યાસપ્રેમીએને લક્ષમાં રાખીને ઈ. સ. ૯૯૦ થી આધુનિક સમય સુધીને લેખકવાર તે યુગવાર મધ્યમ ખરને રેખાત્મક ઇતિહાસ આપ્યા છે. શ્રી. મુનશીના ‘ Gujarāta and its literature' પછી એ વિષયના અધિકારી લેખક પાસેથી મળતું આ પહેલું જ પ્રમાણભૂત પુસ્તક છે. અનેક સ્થળે તાલન અને વિવેચન પરત્વે અપૂરતું હેવા છતાં તે વિજયરાયના જ્ઞાનકાશના સમૃદ્ધ અને મ`ગ્રાહી પરિપાકરૂપ છે. તેમની સારગ્રાહી દષ્ટિ અને સધન શૈલી જ માત્ર ૩૫૦ જેટલાં પૃષ્ઠોમાં ૧૦૦૦ વર્ષોંના 'ગુજરાતી સાહિત્યના ઇતિહાસ સમેટી શકે. આપણા સાહિત્યને એક બુહત્ સ'પૂ ઇતિહાસ તેમની પાસેથી મળે, તે એક મેાટી ઊણપ પુરાય એવી અપેક્ષા આ પુસ્તક જગાડે છે.
ડૉ. રતનજી રૂસ્તમજી મા'લે પીએચ. ડી . ની ડીગ્રી માટે પ્રો. વિષ્ણુપ્રસાદની રાહબરી નીચે તૈયાર કરેલા મહાનિબંધ ‘ગુજરાતી પત્રકારિત્વને ઇતિહાસ' છેલ્લાં સે। વરસના અખખારી સાહિત્યના વિકાસક્રમ આલેખે છે. સૌથી જૂના વમાનપત્ર ‘મુંબઈ સમાચાર'થી માંડીને આજ દિન સુધીના તમામ દૈનિકા, સાપ્તાહિકા અને પાક્ષિકાની યેાગ્ય નોંધા તેમાં લેવાઈ છે. ‘ ગુજરાતી', ‘નવજીવન', · સૌરાષ્ટ્ર ' અને ‘· પ્રજાબ'' જેવાં કેટલાંક વિશિષ્ટ પત્રોએ ગુજરાતનું અખખારી સાહિત્ય વિકસાવવામાં, તેમાં નવીન રૂપરંગ, શૈલી, ભાષા અને સામગ્રી પૂરવામાં અને ગુજરાતી ગાતે નવા એપ આપવામાં આપેલા ફાળાનુ` સ`ક્ષિપ્ત વિવેચન પણ લેખકે તેમાં કયુ છે. ગુજરાતી પત્રકારિત્વને કડીબદ્ધ ઇતિહાસ સૌથી પહેલા
.