________________
દ
ગ્રંથ અને થથકાર પુ૦ ૧૦
તાત્ત્વિક અને ઊંડે હોવા છતાં, ભ્રમરની જેમ વિવિધ પુષ્પામાંથી ઘેાડાંક રસબિંદુઓનુ` આસ્વાદન લેતા મધુકરની રસ–ચાખણી જેટલે જ લાભ આપે છે. તેમણે ‘અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય'માં આપણાં ધાર્મિ`ક, સાંસારિક અને સાહિત્યિક આંદોલનેાની ઐતિહાસિક દિગ્દર્શન સહિત તાત્ત્વિક આલેાચના કરેલી છે. નવલરામ ત્રિવેદીનુ` વિવેચન સપાટીની સહેલમાં રાચે છે. આછે વિનાદ, કુતૂહલવધ ક વિગતોની રજૂઆત અને સમાજસુધારાનુ વલણુ તેમનાં વિવેચનાને આસ્વાદ્ય બનાવે છે. સ્વ. મેધાણીના વિવેચનલેખેા જનતા અને સાહિત્યની સંયોગી કડી ખની રહે છે. એમનું વિવેચન કવિ ન્હાનાલાલની જેમ રસદર્શી તેમ સારગ્રાહી છે. સૌન્દર્ય ઝ ખુ કવિની વેદનશીલતાથી વિષયની તપાસ અને તેના નિરૂપણમાં આત્મલક્ષી દૃષ્ટિકાણુ એ સ્વ. મેધાણીના વિવેચનની વિશિષ્ટતા તથા મર્યાદા છે. લોકસાહિત્યમાં રહેલા ખલવત્તર સૌન્દર્ય-અંશાતે છતા કરી ડૅસ્થ સાહિત્યની સુપ્રતિષ્ઠા સ્થાપતું, લેાકવાણીના પ્રવાહની જીવંતતાનાં અનેક પ્રમાણા દર્શાવતું અને ફાÖસ-દલપતથી માંડી આજ સુધીને આપણા લેાકસાહિત્યના સંશોધન-પ્રકાશનનેા કડીબદ્ધ ઇતિહાસ આલેખતું તેમનુ' લેાકસાહિત્યનું સમાલેચન' આપણા સાહિત્યમાં એ વિષયનું અપૂર્વ પુસ્તક છે. ‘કાવ્યવિવેચન'ના કર્તા પ્રા. માંકડના સંસ્કૃત રસ અને અલકારશાસ્ત્રને અભિનિવેશ ખૂબ ઊંડા છે. કાવ્યેાના વિવેચનમાં રસ, તાપ, કાવ્યસ્વરૂપ, અલ‘કાર, છંદ વગેરેની તાત્ત્વિક ચર્ચા શાઔયતાથી કરીને તે કાવ્યનું રસદન કરાવે છે. સ્વત ંત્ર મતદર્શન, વિવેચનની ચોક્કસ પરિભાષા તથા વિશદતા માટેની તેમની ચીવટ તેમના વિવેચનના ખાસ તરી આવતાં લક્ષણા છે. પ્રા. રાવળની વિવેચનપદ્ધતિ ખરેખરા અધ્યાપકની છે. વિષયનું અશેષ નિરૂપણુ, એકે એક મુદ્દાની વ્યવસ્થિત રજૂઆત અને તેમાંની ચર્ચાપાત્રબાબતોનું ક્રમિક પૃથક્કરણ તેમના વિવેચનનું એક મહત્ત્વનું અંગ બની ગયેલ છે. પદ્ધતિ પરત્વે વિશ્વનાથ અને વિષ્ણુપ્રસાદના મધ્યાન્તરે તેમનું સ્થાન છે. દીપીંજણ કર્યા વિના વિષયનું સ ંપૂર્ણ નિરૂપણ તે આપે છે. શૈલીને એમને જ્ઞાખ નથી છતાં વિશદ, પ્રવાહી, સ ંમાર્જિત, શૈલી તેમના નિબંધેાતે લાક્ષણિક છટા આપે છે. સ્પષ્ટતાથી છતાં નમ્રતા અને મીઠાશથી સ્વમત રજૂ કરવાની તેમની ફાવટ પ્રશસ્ય છે. પ્રા. મનસુખલાલ અને શ્રી. ઉમાશંકરનાં વિવેચનેા કવિ અભ્યાસીની સરજતરૂપ ગણાય. વક્તવ્યનું સામંજસ્ય, શૈલીની મધુરરસિકતા અને અભિપ્રાયદર્શનમાં સ્પષ્ટતા એ બંને કવિ વિવેચક્રાના સમાન ગુણ છે. પણ સર્જક અને ભાવકના