________________
ગ્રંથ અને ગ્રંથકાર પૂ. ૧૦ છે. નવી-ની નિરૂપણરીતિ રસળતી, આવેશવિહેણી ને પ્રસાદ અને વિવેકના ગુણોથી યુક્ત છે. આમ છતાં પંડિતેનું વિવેચન વિષયની સર્વાગી છણાવટ કરી તેના હાર્દમાં ઊંડું ખેંચી જતું; નવીનમાં એટલું તલગામી બળ કવચિત જ જોવા મળે છે.
આ ગાળામાં પ્રકાશન પામેલા વિવેચનસંગ્રહોમાંના ઘણાખરા લેખે આગલા દાયકામાં કે કદાચ એથી ય વહેલા લખાયા હશે. પણ સુવિધાને ખાતર અહીં જે દાયકામાં પુસ્તક પ્રકાશન પામ્યું એ દાયકાની સંપત્તિ તરીકે તેને આવકારવામાં આવેલ છે.
એ દષ્ટિએ જોતાં આચાર્ય આનંદશંકર ધ્રુવ ( “સાહિત્યવિચાર', દિગ્દર્શન ” ), દી. બ. કેશવલાલ ધ્રુવ ( “સાહિત્ય અને વિવેચન ભા. ૨”), પ્ર. બળવંતરાય ઠાકર (“નવીન કવિતા વિશે વ્યાખ્યાનો', " વિવિધ વ્યાખ્યાન-ગુચ્છ ૧-૨), શ્રી. કનૈયાલાલ મુનશી ( “આદિવચને '), પ્રે. મોહનલાલ દવે ( “વિવેચન', “રસપાન”), પૃ. અતિસુખશંકર ત્રિવેદી (“આત્મવિનોદ”), પૃ. રામનારાયણ પાઠક ( “આલોચના'), શ્રી. વિશ્વનાથ ભટ્ટ (દૈનિકષરેખા), ઝે. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી (પરિશીલન', “અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય' ), સ્વ. નવલરામ ત્રિવેદી (“નવાં વિવેચને', શેષ વિવેચન', “શામળનું વાર્તાસાહિત્ય'), પ્રે. ડેલરરાય માંકડ (“કાવ્યવિવેચન'), સ્વ. ઝવેરચંદ મેઘાણી (“ પરિભ્રમણ” ભા. ૧-૨-૩, લેકસાહિત્યનું સમાલોચન', “ધરતીનું ધાવણ”), પ્રે. અનંતરાય રાવળ ( “સાહિત્યવિહાર', “ગંધાક્ષત'), પ્રે. મનસુખલાલ ઝવેરી (“ડા વિવેચનલેખે'), શ્રી. ઉમાશંકર જોષી (“સમસંવેદન', અખે-એક અધ્યયન), શ્રી. ધનસુખલાલ મહેતા (“આરામ ખુરશીએથી) સ્વ. શંકરલાલ શાસ્ત્રી (“સાહિત્યદ્રષ્ટાને'), ઠે. પ્રેમશંકર ભટ્ટ (“મધુપર્ક') વગેરેનાં અઢાર પુસ્તકે આ દાયકે પ્રસિદ્ધ થયાં છે. એ ઉપરાંત ગુજરાત સાહિત્ય સભા તરફથી ઈ. સ. ૧૯૪૧ થી ૪૮ સુધીના ગાળાની વાર્ષિક સમાલોચનાઓનાં આઠ પુસ્તક પ્રગટ થયાં છે તથા “સાહિત્યપરામર્શ' ( વિલેપાલે સાહિત્યસભા, મુંબઈ), ગ્રંથકાર સંમેલન વ્યાખ્યાનમાળા' (પ્રાચ વિદ્યામંદિર, વડોદરા), “વિદ્યાવિસ્તાર વ્યાખ્યાનમાળા ( ગુજ. વિદ્યાસભા, અમદાવાદ), તેમજ “સાહિત્ય અને સંસ્કાર' (ભારતી સાહિત્ય સંધ, મુંબઈ-અમદાવાદ.) જેવાં પુસ્તકમાં વિવિધ વિવેચકેના લેખે સંઘરાયા છે. આમ આ દસકાનું વિવેચનસાહિત્ય વિપુલ છે.