________________
ગયા દાયકાના વાડ્મય પર દષ્ટિપાત
વિવેચન આ દાયકાને વિવેચનકાલ આગલા દાયકાની અપેક્ષાએ વિશેષ સત્વપૂર્ણ છે. ગુજરાતમાં વિવેચનનું સાહિત્ય છેલ્લાં પચીસ વરસોમાં ઠીક ઠીક ફાલ્યું ગણાય. ગ્રંથપ્રકાશનની દષ્ટિએ જોઈએ તો આપણું ઉચ્ચ કોટિના ઘણા ખરા વિવેચનગ્રંથે આ ગાળામાં જ પ્રકાશન પામ્યા છે. એમાંના કેટલાકની બે બે કે ત્રણ ત્રણ આવૃત્તિઓ થવા પામી છે એ બિના જ્યાં કાવ્ય, નાટક કે ચરિત્રની જ માંડ માંડ એટલી આવૃત્તિઓ થવા જાય છે એવા ગુજરાતમાં ઓછી આનંદદાયક નથી–જો કે તેને ઘણોખરો યશ બી. એ. અને એમ. એ. માં ગુજરાતી મુખ્ય વિષય લેનાર વિદ્યાર્થીઆલમને જવો ઘટે.
આ દાયકે આનંદશંકરથી ઉમાશંકર સુધીના વિદ્વાનોનો આ વિભાગમાં ફાળો નોંધાયો છે. તેમાં માત્ર ગ્રંથાવલોકનનું જ સાહિત્ય નથી. ઊંચી શિષ્ટ કૃતિઓ અને ગ્રંથકારો વિશે અભ્યાસલેખ, સાહિત્ય અને વિવેચનના તાવિક સિદ્ધાંતોની વિચારણા તથા તેના કૂટ પ્રશ્નોની છણાવટ, સાહિત્યનાં ઘડતરબળે ને તેની શાખાઓના વિકાસની સમીક્ષા–એ સર્વને પણ એમાં સમાવેશ થાય છે. વિવેચનનું અગત્યનું કાર્ય સહદને સાહિત્યમાં રહેલાં સૌન્દર્યતો પ્રત્યક્ષ કરી આપી તેનું આસ્વાદન કરાવવાનું છે અને તે કર્તવ્ય આ દાયકાના આપણું ઘણુંખરા વિવેચકેએ નિષ્ઠાથી અને કુશળતાથી બજાવ્યું છે.
વિવેચનદષ્ટિ અને શૈલી પરત્વે પંડિતયુગના વિવેચકાથી નવીન યુગના વિવેચકે જુદા તરી આવે છે. પંડિતયુગના વિવેચકાની દૃષ્ટિ તેમના બધમતથી મર્યાદિત છતાં શાસ્ત્રીયતાને જાળવવામાં રાચતી. તેમની આલોચનાની પદ્ધતિ ઘણે અંશે પૃથક્કરણાત્મક હતી અને ઘણુંખરું વિષયાંતરમાં સરી જતી. સાહિત્યનાં પરંપરાપ્રાપ્ત અને રૂઢ બની ચૂકેલાં સ્વરૂપ, અંગ, તેમજ શૈલી, સાહિત્યિક ભાવનાઓ આદિમાં તેમને વિશેષ રસ હતો. તેમની વિવેચનશક્તિ પાંડિત્યપ્રેરિત અને દીર્ઘસૂત્રી હતી. પરંતુ નવીન વિવેચકેની દષ્ટિ શાસ્ત્રીયતાને તેડવામાં નહિ, છતાં અરૂઢ સૌન્દર્યરીતિઓને સમભાવથી અપનાવવામાં કૃતકૃત્ય થાય છે, કેટલાક બદ્ધમતો તે તેમને પણ નડતા હશે, પણ તે તેમના દર્શન આડે બહુ આવતા જણાતા નથી. તેમની વિવેચનપદ્ધતિ પૃથક્કરણાત્મક તેટલી જ સંજનાત્મક (synthetic), સારગ્રાહી, મુખ્ય તત્ત્વને લક્ષનારી અને સુશ્લિષ્ટ નિબંધનું સ્વરૂપ જાળવનારી