SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ પર ગ્રંથ અને ગ્રંથકાર પુ॰૧૦ કહાણી 'માં ગ્રીસ અને રામના ઇતિહાસપ્રસંગાનુ, જાતજાતની વ્યક્તિએાનુ` અને વિવિધ ભૌગાલિક પ્રદેશાનુ` સજીવ ચિત્ર આલેખાયેલ છે. ‘ દક્ષિણાયન ’ સળંગ શૃંખલાબદ્ધ પ્રવાસપુસ્તક છે, તે ‘મારી બિનજવાબદાર કહાણી ’ રમતિયાળ શૈલીમાં છૂટાં છૂટાં સ્મરણચિત્રો આલેખતું પુસ્તક છે. એક ચિંતનશીલ ગંભીર પ્રકૃતિના કવિનું પુસ્તક છે તેા ખીજુ ર'ગદી' નવલકથાકારનુ' છે. અને આ દાયકાનાં ઉત્તમ પ્રવાસપુસ્તકા છે. બાકીનાં એમાંથી પહેલું એક કલાકારે કરેલા જાપાન અને ઉત્તર હિંદના પ્રવાસ આલેખે છે. લેખકે જોયેલાં સ્થળાનાં અને તેમને ભેટેલી વ્યક્તિનાં તેમાં સુરેખ ચિત્રો છે. એમાં સ્ટીમરની સગવડે અને પાસપોટ મેળવવાના વિધિ વિશે માહિતી પણ છે. એ પુસ્તકનુ માટું આકષ ણુ તેમાં મૂકેલા ચિત્રો, સ્કેચેા તે ફોટોગ્રાફા છે. પ્રવાસ દરમિયાન તેના લેખકની દષ્ટ અને વૃત્તિ કલાકારની રહી છે તે તેના આલેખનમાં તેમને હેતુ શિક્ષણ અને સંસ્કારના રહ્યો છે. શ્રી રવિશંકર રાવળની માફક મનુષ્ય અને કુદરતની કલાઓએ ‘રસદન 'ના લેખકને પણ્ડક્ષાવ્યા છે. આ પુસ્તકમાં ભારતીય પ્રકૃતિશ્રી અને કલાસમૃદ્ધિ ઉપરાંત સૌન્દરસિક, દેશભકત, શ્રદ્ધાળુ, નિખાલસ, વિનાદી અને સુબ્રડ નારિક ડૉ. હરિપ્રસાદના વ્યક્તિત્વને પરિચય પણ મળે છે. આ વિભાગનાં અન્ય પુસ્તામાં કાકાસાહેબનું ‘ લેાકમાતા ' દરોક નવીન પ્રકરણેાના ઉમેશ પામ્યું છે તેથી ઉલ્લેખપાત્ર છે. દેશની નદીએનાં સૌન્દર્યું–માહાત્મ્ય અને તેને અનુષ ંગે લેખકે પુરસ્કારેલી ધર્મ-સસ્કૃતિની ભાવના તાઝગીદાર નવીન કલ્પનાઓથી મંડિત કવિની વાળુીમાં તેમાં અભિવ્યક્તિ પામ્યાં છે. એવું ખીજું પુસ્તક એમની જ પાસેથી દીક્ષા લઈ ને શિવશંકર પ્રા. શુકલે ગુજરાતની લોકમાતાઓ-૧ ' લખ્યું છે. ગુજરાતની નદીઓ વિશેના તેમના ભાગેલિક અને સામાજિક દૃષ્ટિક રસિક કલ્પનાચારુ શૈલીમાં પ્રગટ થયા છે. એ જ લેખકે સિરતાથી સાગર'માં ગાંધીજીએ કરેલી ઐતિહાસિક દાંડીકૂચની રેશમાંચક કથા જીવત અને પ્રમાણભૂત પ્રસંગચિત્રો દ્વારા સરસ શૈલીમાં આલેખી છે. ' આ ઉપરાંત શ્રી. શાન્તિલાલ જી. ગાંધીએ દક્ષિણ ભારતનાં તીર્થં ધામેા 'થી, શ્રી. રમેશનાથ ગૈતમે ‘ ભ્રમણ ’થી, શ્રી. ચુનીલાલ મડિયાએ · જય ગિરનાર ’થી, શ્રી. મૂળશ'કર ભટ્ટે ધરતીને મથાળે 'થી, હિંમતલાલ તુનારાએ ‘ હિમાલયનુ પટન 'થી અને સારાભાઇ ચેાકસીએ ‘ભારતદુન 'થી આપણા પ્રવાસસાહિત્યનું જમાખાતું વધાર્યુ છે. '
SR No.032069
Book TitleGranth Ane Granthkar Pustak 10
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1952
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy