________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૧૦ એ પ્રમાણે “દિલ્હી ડાયરી” પણ તેમાંના વિષયની ઉદારતા અને ગાંધીજીના વેધક દૃષ્ટિકોણને લીધે પ્રેરક બની છે. એમાં ગાંધીજીની જિંદગીના છેલ્લા મહિનાઓનાં ૧૩૯ પ્રાર્થનાપ્રવચને સંગ્રહાયાં છે. સર્વ પ્રવચનમાંથી હિંસા અને દ્વેષના ભયાનક દાવાનળને પ્રેમ અને શાંતિની શીતળ અમૃતવર્ષાથી ઠારવાને એક માત્ર સૂર ઘોષણા કરતે સંભળાય છે. એમાં રજૂ થયેલા પ્રસંગોની કઈ વ્યવસ્થિત સાંકળ નથી, તેમ છતાં પ્રજા અને રાજ્યસત્તા વચ્ચે જીવંત કડી રૂપ બનતા શહીદ સંત ગાંધીજીનું વ્યક્તિત્વ અને આત્મમંથન પ્રત્યેક પ્રવચનમાંથી ઉપસતું દેખાય છે.
આ પાંચે રોજનીશીઓ ગાંધીજીના ચરિત્રકારને કે ભાવિ ઇતિહાસકારને સાથી વિશેષ પ્રમાણભૂત હકીકત પૂરી પાડનાર દસ્તાવેજ તરીકે અમર રહેશે. પ્રત્યેક સંસ્કારવાંચ્છુ જનને એમાંથી નવી દષ્ટિ અને ચેતના પ્રાપ્ત થશે અને સાહિત્યના અભ્યાસીને રોજનીશીનું સુઘડ કલાત્મક સ્વરૂપ જોવા મળશે.
પત્રસાહિત્ય પત્રોના સાહિત્યને ચરિત્રવિભાગમાં આવરી લેવામાં આવે છે માત્ર એક જ કારણે. અને તે એ કે લેખકના ચરિત્ર માટેની કેટલીક પ્રમાણભૂત સામગ્રી તેના પત્રો પૂરી પાડે છે. બાકી ચરિત્ર કે આત્મકથાના આલેખન માટે શ્રમ, અભ્યાસ, સ્મરણશક્તિ કે દીર્થ ચિંતનની જે અપેક્ષા રહે છે તેની પત્રના સ્વરૂપસર્જન માટે જરૂર નથી. પત્રમાં લેખકહૃદયના ઊંડા ભાવે વિચારે અને સ્વયંભૂ સંવેદને નિખાલસપણે છતાં વેધકતાથી આવિષ્કાર પામેલ હોય તે તે પત્રના સાહિત્ય પૂરતું બસ ગણાશે. એ રીતે પત્રને સાહિત્યપ્રકાર કંઈક સરલ અને વિચાર, ઊર્મિ કે મનોભાવના સીધા કથનને વેગ આપતો હોવાથી ખટમધુરી લીલી દ્રાક્ષના જેવો છે.
આ દાયકામાં પત્રસંગ્રહનાં ચાર પુસ્તકો પ્રગટ થયાં છે. “આશ્રમની બહેનોને” (ગાંધીજી); “શ્રી. નેત્રમણિભાઈને (કાલેલકર); “અખંડાનંદજીના પત્રો અને “લિ. નેહાધીન મેઘાણી'.
આમાંનું પહેલું તેના પત્રલેખક ગાંધીજીની સાફ, સીધી અને પ્રેરક વિચારણા તથા સાદી સરલ લાઘવયુક્ત પારદર્શક ગદ્યશૈલીને કારણે મનનીય છે, તે બીજુ તેના લેખક કાલેલકરની કમગની, રસોગની, સંગીતપ્રેમની, ધાર્મિકતાની અને રાષ્ટ્રસેવાની ભાવનાઓને સ્પષ્ટ રજૂ કરતું હેવાથી વિચારપ્રેરક છે. ત્રીજું વર્ષો સુધી આમ પ્રજાને ધર્મ અને