________________
ગયા દાયકાના વાડ્મય પર છુિપાત
સાહિત્યાભિમુખ કરવાના હેતુથી જેમણે વિવિધ પ્રવૃત્તિએ આરંભેલી તે શ્રી. અખંડાનંદની શ્વિરનિષ્ઠા, દૃઢ મનેાબળ, વ્યવહારદક્ષતા, લાકસેવાની ભાવના અને સાધુતાનું નિર્દેશન કરે છે, ત્રણે 'પુસ્તકમાં સધરાયેલા પા તેમના કર્તાઓની ધાર્મિકતા, સ્વદેશપ્રીતિ અને સાત્ત્વિક જીવનદૃષ્ટિની છાપ પાડે છે.
પણ એ પત્રસંગ્રહાથી વધુ ઉષ્માવાન, હૃદયના આગળા ખુલ્લા મૂકીને મનેાલાવાને મુક્તપણે વહેવા દેતા સ્વ. મેધાણીના પત્રો છે. સાહિત્ય તેમ જ ઇતર ક્ષેત્રોમાંની જુદી જુદી ૩૮ વ્યક્તિએ ઉપર મેઘાણીએ લખેલા કુલ્લે ૧૭૬ પત્રોને આ સંગ્રહ તેના લેખકની નિર્વ્યાજ, ઉષ્માભરી, અનૌપચારિક, ઉત્કટ લાગણીયુક્ત શૈલીને કારણે મનેાહર બન્યા છે. ઉપરના પત્રસંગ્રહોમાં વિચારાનાં ફેારાં ફરફરે છે, તે આ સંગ્રહમાં ઊર્મિઓના, મનેાલાવાના ધેાધ વહે છે. બધા પત્રો પૈકી ઉમાશંકર અને ધનસુખલાલ ઉપરના મેઘાણીના પત્રો શ્રેષ્ઠ કાટિના છે. એમાં તેમના ગૃહજીવનની વિષમતાની કરુણ છાયા અને સઅેક મેધાણીના સુ¥ામળ દિલની આતા પ્રગટે છે. એ પત્રોમાં આત્મદર્શનનેા તલસાટ, અંગત નિ`ળતાના નિખાલસ એકરાર,સૌજન્યનીતરતા મધુર સમભાવ, તેમ જ નમ્રતા અને ઉદારતા સમેત મેધાણીનું સંસ્કારસંપન્ન વ્યક્તિત્વ · ઝગારા મારે છે. આ પત્રા મેધાણીના સાહિત્યિક વ્યક્તિત્વના અભ્યાસીને તેમ તેના ભાવિ *ચરિત્રકારને અવશ્ય ઉપયેાગી નીવડશે. કલાપી, કાન્ત, બાલાશંકર અને સાગરના પત્રોની જેમ મેધાણીના પત્રો પણ તેમાંના સુઢ્ઢામળ અને રસાત્મક નિરૂપણને લીધે ગુજરાતી પત્રસાહિત્યમાં અનેાખી ભાત પાડે છે. આમ એકદરે, આ દાયકાના ચરિત્રવિભાગ તેના ઉપ-પ્રકારાના વિવિધ સફળ પ્રયાગા, પ્રેરક ચિંતન-સામગ્રી અને રસાળ શૈલીને કારણે અગાઉના કાઈ પણુ દાયકાથી સમૃદ્ધ છે. · મહાદેવસાઇની ડાયરી ’ ભા. ૧, આધે રસ્તે, ' ‘ જીવનનું ‘પાઢ ’, સરદાર વલ્લભભાઈ' અને ‘ લિ. સ્નેહાધીન મેઘાણી' જેવી વિશિષ્ટ કૃતિ ગયા દાયકાના ગુજરાતી ચરિતસાહિત્યના ભૂષણુરૂપ ગણાય તેવી કૃતિઓ છે. નિબંધેા અને વ્યાખ્યાના
:
6
.
નિબંધના સાહિત્યને જે સ્વરૂપવિકાસ અંગ્રેજી સાહિત્યમાં થયેલા જોવા મળે છે તે કદાચ જગતની બીજી કાઈ ભાષામાં નહિ મળે. આપણે ત્યાં નિબંધને સાહિત્યના ગંભીર અને શાસ્ત્રીય વિષયેાની ચર્ચાના વાહન