________________
ગયા દાયકાના વાડમય પર દષ્ટિપાત
રજનીશી રજનીશી આત્મચરિત્રને જ ઉપપ્રકાર છે. આપણી ભાષામાં રોજનીશીના સાહિત્યપ્રકારને પ્રદેશ “મહાદેવભાઈની ડાયરી-ભા. ૧” પ્રગટ થઈ ત્યાંસુધી કલામયતાથી ખેડાયેલો ન હતે. અલબત્ત, નેધપોથી લખવાના પ્રયત્ન આપણે ત્યાં દુર્ગારામ મહેતાજીથી ભોળાનાથ, ભાઈશંકર ભટ્ટ અને નરસિંહરાવ સુધી થતા આવ્યા છે, પણ સાહિત્યપ્રકાર તરીકે ખીલવે અને તેને ગૌરવભર્યું સ્થાન અપાવે તેવી એક પણ રજનીશી ઈ. ૧૯૩૭ સુધી પ્રગટ થઈ જાણી નથી એટલે “મહાદેવભાઈની ડાયરી"નાં ચાર પુસ્તકનું પ્રકાશન ગુજરાતી સાહિત્યના ઈતિહાસને એક અપૂર્વ બનાવ ગણાય.
ગાંધીજીના સમગ્ર વ્યક્તિત્વને બહુરંગી ખ્યાલ અન્ય કોઈ ગ્રંથ કરતાં આ રોજનીશીમાં વિશેષ મળે છે. આ ડાયરીઓના લેખક મહાદેવભાઈ સવાયા બોઝવેલનાં શ્રમ, ખંત, ચીવટ, ઉત્સાહ, સંયમ, ભક્તિ, કલા અને સત્યમંડિત નિરૂપણશક્તિ બતાવી જાય છે. એમાં જીવનના સર્વ પ્રશ્નો-રાજકારણ, સાહિત્ય, ઉપવાસ, બ્રહ્મચર્ય, રાક, બાલઉછેર આદિ તમામ-ની મીમાંસા અને ચર્ચા તાત્ત્વિક ભૂમિકા ઉપર સરલતાથી વ્યવહારુ પણે થતી માલૂમ પડે છે. એમાં ગાંધીજીને કેન્દ્રસ્થાને રાખીને લેખકે પિતાના, સરદારના તથા અન્ય અંતેવાસીઓના વ્યક્તિત્વનું મિતદર્શન કરાવ્યું છે; અનેક જાણીતી, અજાણું મહત્ત્વની વ્યક્તિઓનાં સુરેખ, જીવંત રેખાચિત્રો દોર્યા છે અને અનેક યાદગાર ઘટનાઓ, પુસ્તકો, પ્રવૃત્તિઓ, અને સંસ્થાને રસદાયી બોધપ્રદ યથાર્થ પરિચય કરાવ્યો છે. એક રીતે કહીએ તો આ ડાયરીઓ ગાંધીજીના જીવન-વિચારના સર્વસંગ્રહ (Encyclopaedia) જેવી છે. શુદ્ધ અને સંયમપૂત વાણીમાં ગાંધીજીના પત્રો, લખાણના એગ્ય ઉતારાઓ, લેખોભાષણોના અનુવાદ, સૂચને, નેધ વગેરેને અક્ષરશ: સંગ્રહ આ રોજનીશીમાં થયા છે. મહાન વ્યક્તિ સાથેના પોતાના સહવાસની એક એક પળ, તેને એકેએક બોલ, કે વિચાર, અંગત નહિ પણ જગતની સંપત્તિ છે એમ સમજીને મહાદેવભાઈએ તૈધે લખવામાં અદ્દભુત જાગરુકતા, તાટધ્ય અને નિષ્ઠા બતાવ્યાં છે. એમાંની દષ્ટિ અને સામગ્રી ઉપરાંત મોહક, સુશ્લિષ્ટ, સવગુણી, પારદર્શક શૈલી તથા જીવનને અવલકવાને ઉદાર સમભાવી દૃષ્ટિકોણ આ રોજનીશીઓને તથા તેના લેખકને આપણું સાહિત્યમાં ઉચ્ચ પદ અપાવે છે.