________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૧૦
આત્મસ્થાઓની સરખામણીમાં મુનશીની આત્મકથા ઊતરતી જણાય છે. તેમ છતાં તેની સરસતા અને કલામયતાને કારણે તેમજ તેની ચિત્રાત્મક રસમધુર ગદ્યશૈલીને કારણે ગુજરાતી આત્મચરિત્રના ઇતિહાસમાં “અડધે રસ્તે' એક અવિસ્મરણીય સીમાસ્તંભ તરીકે ચિરંજીવ રહેશે એમાં શંકાને સ્થાન નથી.
“આથમતે અજવાળે', “જીવનપંથ', “ગઈ કાલ' આદિ આત્મવૃત્તાંતે તેમના નાયકેનો અંગત તેમજ તેમના કુટુંબીઓ, બાલમિત્રો, સહાધ્યાયીઓ, શિક્ષકે, શુભેચ્છકે ઈત્યાદિને રસળતી શૈલીમાં પરિચય આપવા સાથે પિતાનાં બાળપણ અને કિશેર-તરુણ-અવસ્થાનાં ખટમધુરાં સ્પંદનોને તાજાં કરી આજથી અધી સદી પર વીતી ગયેલા જમાનાનાં ચિત્રોને ખડાં કરી દે છે. પણ આમ બનવાથી પાર્શ્વવતી ભૂમિકાને કેન્દ્રસ્થ નાયકનું મહત્વ મળતાં લેખકની જીવનકથા ગૌણ બની બેસે છે; આપવીતી માત્ર સંસ્મરણોનાં વિશૃંખલ ચિત્રનું રૂપ ધારણ કરે છે. રા. દુર્ગાશંકર શાસ્ત્રી, પ્રો. બ. ક. ઠાકોર અને દી. બ. ઝવેરીનાં સંસ્મરણોમાં આમ બને છે એ તો એમની વિશિષ્ટ દષ્ટિ ને હેતુને લઈને. પિતા કરતાં પિતાના જમાનાને સ્મરણમાં સંધરેલે અહેવાલ આલેખી પિતાના સમયના ઇતિહાસની અભ્યાસ સામગ્રી પૂરી પાડવી તથા પિતાના સમકાલીન મિત્રો, પંડિતે, આગેવાન અને લેકાંસ્થાઓ વિશે નવીન માહિતી આપી તેમને પ્રકાશમાં આણવાં, એવું પ્રયોજન તેમના સ્મરણલેખ પાછળ રહેલું છે. પણ અન્ય આપવીતીઓમાં તો પિતાના જમાનાના સંદર્ભમાં સ્વવ્યક્તિત્વનું જ નિરૂપણ એ મુખ્ય લક્ષ્ય હોવાથી આ મર્યાદા ખૂંચે છે.
વળી તેથી ય મેટી મર્યાદા આત્મચરિત્રકારમાં અંતર્મુખતાના અભાવની છે. આત્મકથા એટલે ઊંડી આત્મનિરીક્ષામાં તવાઈને આકાર પામતું વ્યક્તિનું સ્વલિખિત સત્યપૂર્ણ આંતરચિત્ર. અંતર્મુખ બન્યા વિના આત્મકથાને લેખક પિતાનું વ્યક્તિત્વ યથાર્થ નિરૂપી શકે નહિ. આ દાયકાના આત્મકથાકારો ઊંધ સહદય આત્મમંથન કે પરીક્ષણમાં ઊતરવાને બદલે ગંભીર, અગંભીર કે અર્ધગંભીર દષ્ટિએ પિતાના જીવનપ્રસંગે તથા સમકાલીન સમાજ ને સમયના રંગો આલેખવાનું પસંદ કરતા જણાય છે. આથી આત્મચરિત્રમાં કથારસ આવે છે, પણ તેમાં આંતર સંઘર્ષ ગોચર થત નથી. કથાનાયક વિશેની કેટલીક રસિક વિગતે તેના વ્યક્તિત્વનું ઘડતર વગેરે કુતૂહલપષક બાબતે વિશે જાણવા મળે છે, પણ આંતર સંવિતને સમૃદ્ધ કરે તેવું માનવજીવનનું અકળ નિર્ભેળ રહસ્ય તેમાંથી લાધતું નથી.