SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ ગયા દાયકાના વાડ્મય પર દષ્ટિપાત પ્રસિદ્ધ કરી છે. “અડધે રસ્તે” અને “સીધાં ચઢાણ ભા. ૧-૨” (મુનશી), “આથમતે અજવાળે” (ધનસુખલાલ મહેતા), ‘જીવનનાં ઝરણું” (રાવજીભાઈ પટેલ). “જીવનપંથ' (ધૂમકેતુ), “ગઈ કાલ' (રમણલાલ), પંચોતેરમે' (બળવંતરાય ક. ઠાકોર), “મેં પાંખ ફફડાવી ” (તનસુખ ભટ્ટ), એમ મળીને આઠેક આત્મકથાઓ આ દાયકે પ્રકાશન પામી છે. એ ઉપરાંત દુર્ગાશંકર શાસ્ત્રી અને દી. બ. કૃષ્ણલાલ ઝવેરીએ પિતાના અક્ષર જીવનનાં સંસ્મરણો છૂટક લેખે રૂપે સામયિકોમાં પ્રગટ કર્યો છે. ચંદ્રવદન મહેતાની આપવીતી પણ “કુમાર”માં હતે હપતે છપાય છે. આમાંથી “જીવનનાં ઝરણાં' સિવાયની બધી જ આત્મકથાઓ સાહિત્યકારોની છે એ બિના ખાસ ધ્યાન ખેંચે છે. આપણી ભાષામાં ગાંધીજી અને નારાયણ હેમચંદ્રને બાદ કરીએ તે આપવીતીઓ માત્ર સાહિત્યકારોએ જ કેમ લખી હશે ? સાહસિક વેપારીઓ, ધારાશાસ્ત્રીઓ, ડોકટરો, અખબારના તંત્રીઓ, ઉચ્ચ કોટિના અમલદારે, શિક્ષિકાઓ કે મિડવાઈફનાં વીતક કે અનુભવો તેમને જ હાથે લખાઈને મળે તો આપણું આત્મકથાસાહિત્ય અને માનવી સામાન્ય વિશેનું જ્ઞાન કેવું વિપુલ, શુદ્ધ અને વૈવિધ્યયુક્ત બને! શૈલી અને દૃષ્ટિ પરત્વે “જીવનનાં ઝરણું' ગાંધીજીની સત્યના પ્રયોગો'ને અનુસરે છે, તે અન્ય આત્મકથાઓ મુનશીની “અડધે રસ્તે 'ની જેમ કથારસને વિશેષ મહત્ત્વ આપે છે; જ્યારે “મેં પાંખો ફફડાવી” “સ્મરણયાત્રા'ની ઢબે આલેખાઈ છે. ગુજરાતી આત્મકથાને સ્વરૂપવિકાસમાં મુનશીની આત્મકથાને ફાળે સૌથી વિશેષ મૂલ્યવાન ગણાશે. આત્મકથાને શુદ્ધ સર્જનને એક પ્રકાર નિમ બતાવવાને મુનશીને એ પ્રગ૯ભ પણ સફળ પ્રયત્ન છે. તેમની આત્મકથા “અડધે રસ્તે' નવલકથાના જેવી સાવંત રસપૂર્ણ છે. તેમની રસૈકલક્ષી કલમે સર્જનાત્મક કલ્પનાનું સિંચન તેમની આ વિસ્તૃત આત્મકથામાં પણ કરેલું છે. પોતે અનુભવેલી ઊર્મિઓ અને ભાવનાઓને સીધે સીધી વાચકના અંતરમાં સંક્રમિત કરીને આત્મકથાને લેખક સર્જકની ધન્યતા અનુભવી શકે એ વાતની પ્રતીતિ સૌથી મોટા પ્રમાણમાં મુનશીની આત્મકથા કરાવે છે. પરંતુ સત્ય કરતાં પ્રતિષ્ઠા અને અહમને લેખક વધુ મહત્વ આપતા હોવાથી તેમના જીવનની વિકૃત બાજુનું વર્ણન કે નિખાલસ આત્મચિંતન જોઈએ તેટલી તટસ્થતાથી આવશ્યક પ્રમાણમાં એમાં થઈ શક્યું નથી. આ દષ્ટિએ નર્મદ: મણિલાલ અને ગાંધીજીની ગ્ર.
SR No.032069
Book TitleGranth Ane Granthkar Pustak 10
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1952
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy