________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૧૦
એમની જ્ઞાનપિપાસા એટલી તે જાગ્રત હતી કે તે કાળ પૂરો થતાં તેમને બુદ્ધિકોષ વિરલ ખંત અને નિષ્ઠાથી કરેલા વિવિધ વિષયોના વાચનમનનથી સમૃદ્ધ બને.
થિયોસોફી અને ગીતાના પરિશીલને તેમના જીવન-ઉદ્દેશને ઘડો છે. તેમને જીવન- ઉદ્દેશ અધ્યાપન દ્વારા ઉચ્ચ વિચારો રજૂ કરી સંસ્કાર, સંયમ, ચારિત્ર અને જ્ઞાનને વિદ્યાર્થીઓ દ્વારા સમાજમાં ફેલા કરવાનો છે. સાહિત્યને હેતુ માત્ર જીવન-ઉલાસ નથી પરંતુ જીવન-ઉત્કર્ષ પણ છે, એ એમની માન્યતા છે. વિદ્યાર્થીઓને પરીક્ષા પસાર કરવામાં મદદ કરવી તેના કરતાં તેમને ઉચ્ચ જીવન જીવતાં શીખવાડવું એ વધુ ઇષ્ટ છે; જ્ઞાન આપવું છતાં વિદ્યાથીઓનાં વૃત્તિ વલણ ને ચારિત્ર પ્રત્યે દુર્લક્ષ સેવવું એ તેમની કુસેવા કરવા બરાબર છે; પ્રભુ અને ધર્મમાં ઊંડી શ્રદ્ધા રાખ્યા વિના નીતિન પાયો દઢ રહેતો નથી; નીતિ અને ચારિત્ર વિનાના વિદ્વાને તેલ વિનાના દીવા જેવા છે. આ અને આવા સિદ્ધાંતો દ્વારા ફલિત થતે અધ્યાપનનો આદર્શ અમલમાં મૂકવાના તેમણે જીવનભર સમર્થ પ્રયત્ન કર્યા છે.
યુવાનીમાં શેકસપિયર, મેકોલે અને ટેનિસને અને ત્યારબાદ અદ્યાપિ પર્યત એમર્સન, ડૉ. રાધાકૃષ્ણન અને આચાર્ય ધ્રુવે તેમના પ્રિય લેખકેનું સ્થાન લીધું છે. ડો. રાધાકૃષ્ણનની પ્રતિભા અને શૈલીના ચમકારે, એમર્સનની વિચારગહનતાએ અને આચાર્ય ધ્રુવની તુલનાત્મક અભ્યાસ અને શાંત માધુર્યયુક્ત વિદ્વત્તાએ એમના માનસ પર સચોટ છાપ પાડી છે. કિશોરાવસ્થામાં “અરેબિયન નાઈટ્સ', “ગુલીવર્સ ટ્રાવેલ્સ', “ડેન કવીટ' જેવાં પુસ્તકે-તે પછીના કાળમાં ફિરદૌસીનું “શાહનામે' અને ટેનિસનનાં કાવ્ય તેમને પ્રિય બન્યાં છે. ટેનિસનનું “ઈન મેમેરિયમ' તેમનું માનીતું પુસ્તક છે. એમાંની ઊંડી ધાર્મિકતા અને સુંદર શલી પ્રત્યે તેમને ખૂબ પક્ષપાત છે. એમના પ્રિય સાહિત્યપ્રકારો ઇતિહાસ, જીવનચરિત્ર અને આત્મચરિત્ર છે. પ્રજાઓ અને મહાપુરુષોએ કઈ રીતે મુસીબતને સામનો કર્યો અને મહત્તા પ્રાપ્ત કરી તેના અભ્યાસમાં તેમને ઊંડે રસ છે. ઈરાનને ઈતિહાસ, તેને પ્રાચીન ધર્મ, ફિલસૂફી, સંસ્કૃતિને અભ્યાસ, તુલનાત્મક ધર્માભ્યાસ અને રહસ્યવાદ તરફ તેમને સ્વાભાવિક આકર્ષણ છે.
તેમણે લેખનપ્રવૃત્તિની શરૂઆત ઈ. સ. ૧૯૨૫માં “સાંજ વર્તમાન'ના પતેતી ખાસ અંકમાં લેખ આપીને કરી. ત્યારથી દર વર્ષે એ પત્રના