SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર-થાપિતાવલિ પતેતી અંકમાં તેઓ નિયમિત લેખ આપ્યા કરતા હતા. તેમનું પ્રથમ પુસ્તક-“આર્ટ એન્ડ મોરેલીટી એન્ડ અધર એસેઝ'-અંગ્રેજી ભાષામાં ઈ. સ. ૧૯૩૫માં પ્રગટ થયું. એમનું લેખક થવાનું મુખ્ય કારણ આનંદપ્રાપ્તિ ઉપરાંત સ્વવિચારેને વ્યક્ત કરી યથાશક્તિ વિચારસાહિત્યમાં ફાળો આપ અને તે દ્વારા સમાજને વિચારતો કર એ છે. તેઓ અમદાવાદની ગુજરાત સાહિત્ય સભા 'ને અને “ગુજરાત વિદ્યાસભા ના આજીવન સભ્ય છે. તેમનાં પુસ્તકો મુખ્યત્વે ધર્મ, તત્વચિંતન અને જરથોસ્તી સંસ્કૃતિ ઉપરનાં છે. ચિંતન અને બેધના ઉચ્ચ સાહિત્યમાં તેમણે અમૂલ્ય ફાળે આપ્યો છે. સ્વસ્થ, શાંત છતાં ય પ્રેરક વિચારણા અને અંતરને ઉજજવલ પ્રકાશ આપણને તેમના નિબંધોમાંથી મળે છે. તાજેતરમાં ગુજરાત વિદ્યાસભા તરફથી પ્રગટ થયેલ “મોત પર મનન ' નામનો તેમને મૌલિક ચિંતન અને વિદ્વત્તાપૂર્ણ ગ્રંથ આના સમર્થ પુરાવારૂપ છે. પ્રો. દાવરને આ ગ્રંથ ગુજરાતી ભાષાના મૃત્યુવિષયક સાહિત્યને સમૃદ્ધ કરે તેવો છે. આ એક જ ગ્રંથ ગુજરાતી સાહિત્યમાં તેમને સ્થાન અપાવવા બસ છે. કૃતિઓ કૃતિનું નામ પ્રકાર રચના સાલ પ્રકાશન પ્રકાશક મોલિક, કે સલ સંપાદન ? ૧. Art & અભ્યાસલેખ ૧૯૨૮ થી ૧૯૩૫ ડી. બી. તાપોર- મૌલિક Morality ૧૯૩૫ વાલા એન્ડ સન્સ મુ બઈ & otber Essays ૨. જરથોસ્તી નિબંધ ૧૯૪૩ ૧૯૪૩ “બઝમે-જરને રૂઝે સંપાદન અને બહાઈ ધર્મો બહેરામ’ અમદાવાદ : ઉપર પ્રકાશ પાડતા લેખ ૩. મેત પર પ્રબંધ ૧૯૪૪ ૧૯૪૭ ગુજરાત વિદ્યાસભા મૌલિક મનન અમદાવાદ અભ્યાસ-સામગ્રી મેત પર મનન' માટે-૧. ઈ. સ. ૧૯૪૭નું ગ્રંથસ્થ વામય. ૧. “પ્રજાબંધુ'નું અવલોકન. ૩. 'રેખા' એપ્રિલ, ૧૯૪૮.
SR No.032069
Book TitleGranth Ane Granthkar Pustak 10
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1952
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy