SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ફિરોઝ કાવસજી દાવર શાંતપણે વર્ષોથી અંગ્રેજીના અધ્યાપકનું કા બજાવતા પ્રા. હાવરા જન્મ ઈ. સ. ૧૮૯૨માં અહમદનગરમાં પારસી જથાશ્તી કામમાં થયેલા. તેમનુ મૂળ વતન તે સુરત પણ લગભગ આખુ જીવન તેમણે અમદાવાદમાં પસાર કયું છે. તેમના પિતાનું નામ કાવસજી ડાસાભાઈ દાવર અને માતાનું નામ દીનખાઈ. ઈ. સ. ૧૯૩૩માં તેમણે શ્રી. સુનાબાઇ સાથે લગ્ન કરેલું છે. અધ્યયન જેમનું આજીવન ધ્યેય રહ્યું છે તેવા આ વિદ્વાન અધ્યાપકનું વિદ્યાર્થી જીવન તેજસ્વી હતું. ગુજરાત કોલેજમાંથી ઈ. સ. ૧૯૧૨માં તેમણે બી.એ.ની પરીક્ષા બીજા વર્ગામાં પસાર કરી અને કૉલેજમાં પ્રથમ નંબરે આવતાં તે તેના દક્ષિણા લેા નિમાયા, એમ. એ. પણ તે જ કૉલેજમાંથી ઈ સ. ૧૯૧૩માં ખીન્ન વર્ગોમાં પસાર કરી. મુખ્ય વિષય અંગ્રેજીમાં આખી યુનિવર્સિટીમાં સૌથી વધુ ગુણ મેળવ્યા હાઇ સર લૉરેન્સ જેન્કીન્સ શિષ્યવૃત્તિના ખરા અધિકારી તે હતા પણ તે માટે અરજી ન કરતાં તે શિષ્યવૃત્તિ તેમને મળી નહિ. ગેમ, એ સુધીની તમામ પરીક્ષામાં ફારસીમાં પણ પ્રથમ વના ગુણ તેમણે મેળવેલા. ત્યારબાદ ઇ. સ. ૧૯૧૬માં તેમણે એલએલ, ખીની પરીક્ષા મુબઈની સરકારી લો કોલેજમાંથી બીજા વર્ગમાં પસાર કરી હતી અને એમ. એમ. અનાજી પારિતોષિક મેળવ્યું હતું. અધ્યયન ને અધ્યાપનની પ્રવૃત્તિમાં ખૂબ રસ હાવાથી વિદ્યાથી તરીકેની કારકિદી સમાપ્ત કરી કે તરત જ ઈ. સ. ૧૯૧૬-૧૮માં અમદાવાદની નેટિવ ઇન્સ્ટિટ્યૂશન નામની શાળાના હેડમાસ્તર તરીકે તેઓ નિયુક્ત થયા. ત્યારબાદ ઇ. સ.૧૯૧૮થી’ર૦ સુધી પૂનાની ડેકકન કૅૉલેજમાં, અને ઇ. સ. ૧૯૨૦થી’૪૭ સુધી સતત . અમદાવાદની ગુજરાત કૉલેજમાં તેમણે અંગ્રેજી ભાષા-સાહિત્યના અધ્યાપક તરીકે પ્રશસ્ત કાં કર્યું`. ઈ. સ.૧૯૪૭માં સરકારી નેકરીમાંથી નિવૃત્ત થતાં તેએ અમદાવાદની શેડ લાલભાઈ દલપતભાઈ આર્ટ્સ કૅલેજમાં અંગ્રેજીના અધ્યાપક તરીકે જોડાઇને આજે પણ પેાતાનું ઇષ્ટ શિક્ષણકાર્ય નિષ્ઠાપૂર્ણાંક બજાવી રહ્યા છે. એમના જીવનને ધડનારી પ્રેરક વ્યક્તિએ મિસિસ એની બીસેન્ટ અને સ્વામી વિવેકાનંદ જેવી ધાર્મિક વિભૂતિ છે. વિદ્યાથીકાળ દરમ્યાન -
SR No.032069
Book TitleGranth Ane Granthkar Pustak 10
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1952
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy