________________
૧૪
ગ્રંથ અને ગ્રંથકાર પુ ૧૦
આપણે ત્યાં વારતહેવારે જાહેર ચેાગાનમાં અને રેડિયેના ઉપર કાવ્યગાનની પ્રવૃત્તિ આ દાયકામાં શરૂ થઈ છે. એમાં સ્થાનિક ગઝલમ`ડળેા, લેખકમિલ અને રેડિયેએ તેમજ ઉમાશંકર, મનસુખલાલ, જ્યોતીન્દ્ર, બાદરાયણ, કાલક, યાહ્ના શુકલ, જયમનગૌરી આદિ કવિ-કવયિત્રીઓએ સક્રિય રસ દાખવ્યો છે. જો કે પ્રેા. વિષ્ણુપ્રસાદ, શ્રી. વિશ્વનાથ આદિ વિવેચકાએ એમાંની કવિતાએને કરામતી, કઢંગી, સભાર ંજની, કૃત્રિમ જોડકણાં કહી એ ઉપરના એમના સ્પષ્ટ અણુગમા જાહેર કર્યાં છે, તેા પણ દલપતરામથી અટકી ગયેલા સભા સમક્ષ કાર્વ્યપઠનનો કે લલકારને રિવાજ ફરીને ગુજરાતમાં શરૂ થયેા છે. વહેંચાતી કવિતા ઉપર આની એ અસર થઈ કે ‘ક્લાન્ત' અને ‘ કલાપી 'ની ગઝલશૈલી પહેલાં મુસ્લિમ કવિએ કે પતીલની ગઝલમાં જ અટવાતી તેને બદલે હવે મુક્ત ખની સુંદરમ્, ઉમાશંકર, મનસુખલાલ, બાદરાયણુ, બેટાઈ આદિ કવિએનાં નવાં કાવ્યોમાં વિશિષ્ટ લઢણા તરીકે વિહરવા લાગી. છતાં આ શૈલીના સૌથી વધુ પુરસ્કર્તા કવિએ તે શયદા, અમીન આઝાદ, નસીમ, શૂન્ય, આણુવાલા આદિ મુસ્લિમ કવિએ અને પતીલ, માણેક, વેણીભાઈ, બાલમુકુ ંદ, નિરંજન ભગત આદિ હિંદુ કવિઓને ગાવી શકાય. એમની કાઇ કાઇ ગઝલામાં બુદ્ધિચાતુર્યંના ચમકારા ઉપરાંત કાવ્યનાં સાચાં તા પણ મળી રહે છે.
અલબત્ત, ગુજરાતી મુશાયરાઓથી કે રેડિયા ઉપર થતાં કાવ્યગાનાથી ગુજરાતી આમવગે` ઊંચી કાવ્યરુચિ કેળવી હેાય એવી સ્થિતિ ઉદ્દભવી નથી અને એમાં રજૂ થતાં કાવ્યેાના મોટા ભાગ તે જોડકણાંની જ પ્રતીતિ કરાવે છે. તેા પણ શાળા-કૉલેજોના વર્ગા કે પુસ્તકાલયા અને વિદ્વાનાના કબાટામાં ભરાઈ રહેતી કવિતાને જો આપણે જનતાના હૈયામાં ઘુમતી કરવી હાય તો આ પ્રથાને પાષવી પડશે. ગઝલા કે કાવ્યા વિષયાનું વૈવિધ્ય બતાવી ભાવનિરૂપણમાં ઊંચી સુરુચિ તે કલાસંયમ સાધે, લાગણીના સાચા વૈભવ લાવી તેના સકના વ્યક્તિત્વની ખરી ખુમારી દાખવે, શબ્દોના વિવેક તેમજ ભાષા-છંદની શુદ્ધિ માટે દરકાર રાખીને બુદ્ધિચાતુર્યંના તેજસ્વી ચમકાર ઝીલે અને લકઝુચિને વશ થવાના હિ પણ તેને કવિતા માટે કેળવવવાના નિમિત્તરૂપ મુશાયરાને ગણીને કાવ્યની રજૂઆત કરવાની પદ્ધતિ જો અખત્યાર કરવામાં આવે તે આ પ્રવૃત્તિ સાહિત્યનું અહિત સાધનારી ન નીવડે.
કાવ્યપ્રવાહની દિશા અને તેમાં થયેલા ફેરફારા તપાસ્યા બાદ હવે