________________
ગયા દાયકાના વાલ્મય પર દષ્ટિપાત
કવિઓને હાથે પણ જળવાયાં છે, એ તેની સિદ્ધિ તરફનું શુભ પ્રયાણ ગણાય. ઉમાશંકર, મનસુખલાલ, સ્નેહરશ્મિ આદિ અને કલક, પારાશર્ય,
સ્વમસ્થ આદિ કવિઓએ તેમની જુદી જુદી વાગ્નિદગ્ધતાને અનેક પ્રયોગો દ્વારા વિકાસ સાધી બતાવ્યું છે. એથી કાવ્યમાં રમતિયાળપણું, પ્રવાહિતા અને સ્વાભાવિકતા આવ્યાં છે. ' '૩૮–૪૦ના ગાળાની કવિતા મુખ્યત્વે અગેય, વિચારપ્રધાન, મૂર્તભાવી, અર્થે કલક્ષી અને સેનેટના કાવ્યસ્વરૂપમાં લેભાતી હારશૈલીની છાપવાળી હતી. હાલની કવિતા વાસ્તવલક્ષી, બુદ્ધિપ્રધાન અને પ્રવાહી પદ્યરચનાની હિમાયત કરતી મટી તો નથી ગઈ, પણ ઇતિહાસનું પુનરાવર્તન સાચું ઠરાવતી હોય તેમ, સ્વ. કવિ ન્હાનાલાલની કવિતાની ઉપેક્ષા પામેલી સિદ્ધિઓ– શબ્દતેજ, સુગેયતા, ભાવલાલિત્ય અને ધ્વનિમાધુર્ય-નું પ્રતિબિંબ ઝીલવાની કારીગરીમાં ઉત્સાહ બતાવતી થઈ છે. એને લીધે એમાં રંગવિલાસી લેલવિલોલ ભાવની સાથે જુના ગુજરાતી તથા બંગાળી ઢાળાની લઢણ વધતી દેખાય છે. “ આતિથ્ય', “પનઘટ', “અભિસાર” જેવા અગ્રણી કવિઓના કાવ્યસંગ્રહમાં ગીતનું વધેલું પ્રમાણ તેમજ “ લય', “પથિક' “કાલિંદી” આદિ નવીનતર કવિઓનાં પુસ્તકોમાં ગીતાએ રોકેલે મોટે ભાગ અને એ ગીતમાંની શૈલી ને રંગરૂપરચના આ હકીકતનું સમર્થન કરવા બસ છે. એકંદરે કવિઓ ઠાકોરશૈલીની
ક્ષતા કે અતિપરિચિતતાથી થાકયા કે ન્હાનાલાલ-દયારામે સાધેલું તત્ત્વ અવગણાયું છે એ કાવ્યસૌન્દર્ય માટે ઠીક નથી થયું એમ સમજ્યા હે, ગમે તેમ, પણ શૈલી પર ન્હાનાલાલ, બોટાદકર, મેઘાણથી અટકી ગયેલ રંગપ્રધાન કાવ્યપ્રવાહ આ દાયકે ઠાકરશૈલીની સાથે સમાન્તર વહેતે સ્પષ્ટ પ્રતીત થાય છે.
સંકુલતા અને અલોકપ્રિયતા અદ્યતન કવિતાનાં ગવાઈ ગયેલાં અપલક્ષણો છે. આ દાયકાની કવિતાએ તેમાંથી મુક્ત થવાના ઠીક પ્રયત્નો કર્યા જણાય છે. અર્થઘટનાને અંગે શૈલીમાં આવતી દુર્બોધતા, કશતા અને ટાઢાશને તજીને ગેયતાને અનુષંગે મધુરતા, લાલિત્ય અને વાગ્મિતાના શૈલીગુણો ખિલવવાનું વલણ તેણે બતાવ્યું છે.
અલોકપ્રિયતાને નિવારવા તે એથી યે વધુ સક્રિય પ્રયત્ન થયા દેખાય છે. ઉત્તર હિંદમાં થતા મુશાયરાઓ અને કવિસંમેલનની દેખાદેખીથી તેમજ સામાન્ય જનતાને કાવ્યાભિમુખ કરી તેમાં રસ લેતી કરાવવાના હેતુથી