________________
ગયા દાયકાના વાડમય પર દષ્ટિપાત આપણે કાવ્યત્વની દષ્ટિએ આ દાયકાની કવિતાને કસી જોઈએ.
આગલા દાયકાના નૂતન કવિઓએ કવિતાના ક્ષેત્ર પર જે આશાઓ ઉગાડી હતી તે હજી આશાઓ જ રહી છે. માણેક, પ્રફ્લાદ પારેખ, સ્વ. હરિશ્ચંદ્ર ભટ્ટ, નાથાલાલ દવે, નિરંજન ભગત જેવા નવીનતર પેઢીના આશાસ્પદ કવિઓ એમની કેટલીક નોંધપાત્ર લાક્ષણિકતાઓ સાથે સજ કબળ ખિલવતા માલૂમ પડ્યા છે એ શુભચિહ્યું છે, તે પણ એકંદરે કાવ્યના ક્ષેત્રમાં આ દાયકો જુના પીઢ કે નવીન ઊછરતા કવિઓ દ્વારા કશું ક્રાન્તિકારક, ઉત્સાહી અદેલન જન્માવી શક્યો નથી. સંખ્યાદષ્ટિએ દેઢાથી ય વધુ નાનાં મોટાં મૌલિક કાવ્યપુસ્તકે આ દાયકાને સાહિત્યચોપડે જમા થયા હોવા છતાં પૂરા દસને પણ કાવ્યભોગી વર્ગ ઉમળકાભેર વધાવશે કે કેમ એ શંકા છે.
હાલ તો કવિઓની સર્જન-પ્રતિભા થાક ખાતી હોય એમ જણાય છે. અર્વાચીન કવિતાનાં ઉત્તમ પુસ્તકોની હરોળમાં બેસી શકે તેવાં નાનાં મોટાં થઈને માત્ર ચાર જ કાવ્યપુસ્તકો આ દાયકામાં ગણાવી શકાય તેમ . છે. એક છે તેમના “અધ્ધ' કરતાં વધુ ઊંચી સર્જકતા, વૈવિધ્ય અને ચિંતનશીલતા બતાવતું સ્નેહરશ્મિનું “પનઘટ'; બીજુ છે પુરાણ પ્રસિદ્ધ પાત્રોને તથા પ્રસંગોને અર્વાચીન ભાવનાની દીપ્તિ વડે અપૂર્વ કૌશલથી આલેખતું ઉમાશંકરનું પ્રાચીના'; ત્રીજું છે ફારસી શાયરોની મસ્તીના પડઘા પાડતું માણેકનું રમણીય “મહેબતને માંડવે” અને ચોથું છે તેમની રંગદર્શી રીતિની સર્વ ઉત્તમતા સહિત દામ્પત્યભાવને તાજગીપૂર્વક આલેખતું હાનાલાલનું નાનકડું “પાનેતર'. બાકીનાં કાવ્યપુસ્તકોમાં તેમના કવિઓની કેટલીક વિશેષતાઓ હોવા છતાં એકંદરે સર્જનશક્તિ નિર્બળ જણાય છે. ભાષાની ચારુતા, પપ્રભુત્વ, વિવિધ વાછટાઓ, નિરૂપણરીતિનું કૌશલ, રસિકતા, મનભાવનું વૈવિધ્ય વગેરે કાવ્યનાં અન્યથા અનુપેક્ષણીય અંગો પર તેમણે સારી સિદ્ધિઓ બતાવી છે, પરંતુ કાવ્યના સમગ્ર કલ્પના વ્યાપાર અને રસચમત્કૃતિ પરત્વે મોટા ભાગના કાવ્યસંગ્રહે નિરાશા ઉપજાવે છે. એમાં સ્વાનુભૂત જીવનદર્શનની ગહનતાની, તીવ્ર ભાવકથનની મર્મસ્પશી ચટની અને વ્યંજનાવ્યાપારથી થતી રસનિષ્પત્તિની મોટી ઊણપ રહેલી છે. તેમનાં કાવ્યોમાં રૂપ, રંગ અને રીતિને રૂઆબ છે, પણ
૧. સ્વ. મેઘાણીએ 'રવીન્દ્રવીણ”માં તેમની સર્જકતા અને રૂપાંતરકલાને ઉત્કૃષ્ટ પરિચય કરાવ્યું છે; પણ “રવીન્દ્રવીણું” આખરે તે વિબાબુની જ ને ?