________________
ચિમનલાલ મગનલાલ ડોકટર શ્રી. ચિમનલાલ ડોકટરને જન્મ તેમના મૂળ વતન વડોદરામાં તા. ૨૪-૧૦-૧૮૮૪ ના રોજ વણિક જ્ઞાતિમાં થયેલું. તેમના પિતાનું નામ મગનલાલ નરોત્તમદાસ અને માતાનું નામ જમનાબહેન. તેમનું પ્રથમ લગ્ન ઇ. સ. ૧૯૦૨ માં શ્રી. મણિગૌરી સાથે થયું હતું. શ્રી. મણિગૌરીને સ્વર્ગવાસ થતાં તેમનું બીજું લગ્ન શ્રી. ગુણવંતગૌરી સાથે થયેલું છે.
એમની અભ્યાસકારર્કિદી જવલંત હતી. તેમણે એમ. એ. એલ એલ. બી. ની ઉપાધિ ઊંચા દરજજે પાસ થઈ મેળવી છે. તેઓ બી. એ. થયા ત્યાં સુધીમાં તો સરકારી ગુણ-શિષ્યવૃત્તિ, કાઝી શાહબુદીન મેમોરિયલ શિષ્યવૃત્તિ, દી. બ. અંબાલાલ દેસાઈ મેમોરિયલ પારિતોષિક, કે. ટી. તેલંગ ચંદ્રક અને પારિતોષિક જેવાં વિજય પ્રતીકે પ્રાપ્ત કરવાને તેઓ ભાગ્યશાળી બન્યા હતા. એમ. એ.માં યુનિવર્સિટીમાં સૌપ્રથમ આવવા બદલ ચોન્સેલર ચંદ્રક મેળવીને વિદ્યાર્થી તરીકે તેમણે વિરલ માન પ્રાપ્ત કર્યું છે. ઈ. સ. ૧૯૦૭ માં અભ્યાસ પૂરો કરી તેઓ ન્યાયાધીશ થયા. ઈ. સ. ૧૯૨૨ સુધી વડોદરાના ન્યાયાધીશ તરીકે તેમણે કામ બજાવ્યું.
ઈ.સ.૧૯૨૩ માં વડોદરામાં “નવગુજરાત' સાપ્તાહિકની સ્થાપના કરીને તિના તંત્રી તરીકે તેમણે સૌપ્રથમ પિતાની લેખિનીને પરિચય કરાવ્યો. ત્યાં નિયમિત લખવાની જવાબદારીને લીધે, કોલેજ જીવન તેમજ રાજ્યની નોકરીના કાળ દરમિયાન અંગ્રેજી વર્તમાનપત્રો અને સામયિકમાં કેટલીકવાર અવારનવાર જે લખાણ તેમણે કરેલું, તેમાં ઉત્તરોત્તર વિકાસ થતો ગયો. એ કાળના ગાળામાં ઈ. સ.૧૯૧૬ માં “વી. પી. માધવરાવનું સંક્ષિપ્ત જીવનચરિત્ર” તેમણે લખેલું, અને પત્રકાર થયા પછી તેમણે એક પછી એક અભ્યાસશીલ પુસ્તકે પ્રકટ કરવા માંડયાં.
શ્રી. રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ અને સ્વામી રામતીર્થના જીવન તેમ જ વિચારે, લેકમાન્ય ટિળક અને ગાંધીજીના રાજકીય આદર્શોએ તથા રાજકારણની પ્રવૃત્તિઓએ, રોટરી કલબના અને થીઓસૈફીના સંસ્કાર-કાર્ચ, શ્રી. અરવિંદનાં નૂતન યુગવિષયક પુસ્તકોએ અને છેલ્લે છેલ્લે કૈલાસ (હિમાલય) નજીક આવેલા નારાયણ આશ્રમવાળા નારાયણ સ્વામીએ અંગત સંપર્ક દ્વારા તેમના માનસને ઘડયું છે. ગીતા અને ન્યુ ટેસ્ટામેન્ટની અસર તેમના ઉપર જીવનભર સૌથી વિશેષ રહી છે.