SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને થકાર ૫. ૧૦ હેશિયાર શિક્ષકની ઊગતા તરણ કલાપી પર સારી છાપ પડી હતી. ૧૮૯૧ માં જાની છૂટા થયા તે પછી શ્રી એન. બી. જેશી કલાપીના ખાનગી શિક્ષક હતા. તેમણે કલાપીને શૈલી, વર્ડઝવર્થ, બાયરન, કીટ્સ વગેરે અંગ્રેજી કવિઓનાં કાવ્યને સારો અભ્યાસ કરાવ્યા હતા, જેનું પરિણામ કલાપીની કવિતામાં સ્પષ્ટ વરતાય છે. “કાશ્મીરને પ્રવાસનું વર્ણન કરતે પત્ર કલાપીએ તેમના આ શિક્ષકને ઉદ્દેશીને તા. ૨૨-૧-૧૮૯૨ ના રોજ લખેલો. - કલાપીની ઇચ્છા મેટ્રિક પાસ થઈને આટ્સ કૉલેજમાં દાખલ થવાની હતી, પણ આંખની પીડાને લીધે અંગ્રેજી ચાર પાંચ ધોરણથી વિશેષ અભ્યાસ તેમનાથી થઈ શક્યો નહિ. ૧૮૯૧ ના ઓગસ્ટની ૧૪મી તારીખે તેમણે કોલેજ હમેશને માટે છોડી. પણ તેને બદલે તેમણે ખાનગી અભ્યાસ વધારીને વાળી લીધે. “૧૮૯૨ સુધી તેમણે માત્ર ગુજરાતી પુસ્તકે જ વાંચ્યાં હતાં. છગનલાલ પંડયાકૃત કાદંબરીનું ભાષાંતર, સરસ્વતીચંદ્ર, નવલગ્રંથાવલી, ઉત્તરરામચરિત, મણિલાલ અને મનસુખરામના સર્વ ગ્રંથ, નરસિંહ, મીરાં, પ્રેમાનંદ, શામળ વગેરે પ્રાચીન, અને નર્મદ, દલપત, કાન્ત વગેરે અર્વાચીન કવિઓનાં કાવ્ય, રામાયણ, મહાભારત, પુરાણ વગેરેના સાર અને ભાષાન્તર એમ ગુજરાતી ભાષામાં લખાયેલ જે કાંઈ મળી શક્યું તે સર્વ તેમણે વાંચવા માંડ્યું.” “સુદર્શન', “ચંદ્ર', ભારતીભૂષણ વગેરે તે વખતનાં સામયિકે પણ તે ધ્યાનપૂર્વક વાંચતા હતા. ૧૮૯૨ થી તેમણે અંગ્રેજી સાહિત્યને અભ્યાસ શરૂ કર્યો હતો. પાંચ સાત વરસના ગાળામાં તેમણે શેકસપીયર, મિલ્ટન, બાયરન, મસ મૂર, વર્ડ્ઝવર્થ, શૈલી, કીટ્સ, ટેનિસન, બ્રાઉનિંગ, મેથ્ય આરઠ વગેરે અંગ્રેજી કવિઓ તથા ડેન્ટ અને ગેટેની કૃતિઓનાં અંગ્રેજી ભાષાંતરે વાંચી નાખ્યાં. સાથે સાથે લેટે, મેસોડે, શોપનહેર, એમર્સન, મિલ, સ્વીડનબર્ગ વગેરે તત્ત્વચિન્તકોને અભ્યાસ પણ ચાલતો હતો. ઉત્તરોત્તર વધતા જતા આ સ્વાધ્યાયે કલાપીનાં લખાણોમાં “દૃષ્ટિની વિશાળતા અને ચિતનની તલસ્પર્શિતા' આપ્યાં હતાં. કોલેજ છોડ્યા બાદ, એજન્સીના નિયમ અનુસાર, સુરસિંહજીને હિંદના પ્રવાસે મોકલવામાં આવ્યા હતા. પ્રવાસમાં તેમની સાથે તેમના પરમ મિત્ર હડાળાના દરબાર વાજસૂરવાળા, જાણીતા દેશભક્ત એસ. આર. રાણાના પિતાશ્રી “મામા’ રતનસિંહ અને “સંચિત 'ના તખલ્લુસથી
SR No.032069
Book TitleGranth Ane Granthkar Pustak 10
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1952
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy