________________
ગ્રંથકાર-પરિતાવહ કવિતા લખનાર શ્રી રૂપશંકર ઉદયશંકર ઓઝા હતા. ૧૮૯૨ ના માર્ચની ૧૧ મી તારીખે તેમને આ પ્રવાસ રહાવાળાં રાણીની માંદગીને કારણે પંદર દિવસ વહેલો પૂરે થયો હતો. આ આર્યાવર્તના પ્રવાસે કલાપીની સૌન્દર્યદષ્ટિને વિકસાવવામાં અને ગદ્યકાર કલાપીની ભાષાશૈલીને પ્રાથમિક ઘાટઘૂટ આપવામાં મહત્ત્વનો ફાળો આપે એમ કહી શકાય. પ્રવાસ દરમ્યાન મળેલ અનુભવ અને અવકનની પ્રસાદી રૂપે તેમણે પત્નીઓ, મિત્રો અને સ્નેહી-સંબંધીઓને સંખ્યાબંધ પત્રો લખ્યા હતા. તે પૈકી ૧૮૯૨ ના જનમાં “ કાશ્મીરને પ્રવાસ અથવા સ્વર્ગનું સ્વમ” એ મથાળા નીચે તેમના શિક્ષક શ્રી જોષીને ઉદ્દેશીને લખેલા પત્ર કલાપીની પહેલી સાહિત્યકૃતિ છે. - કલાપીનું સાહિત્યજીવન તેમના આંતરજીવન સાથે દઢ ગૂંથાયેલું હતું. રહાવાળાં રાણી-જેમને તેઓ “રમા’ કહેતા-સાથે તેમને ગાઢ પ્રેમસંબંધ હતા. કોલેજમાંથી તેમજ પ્રવાસમાંથી રમા પર તેમણે પોની ઝડી વરસાવી હતી. તેઓ પત્રમાં રમાને ગમે તે રાગમાં કવિતા લખીને મોકલતા ને રમાને પણ કવિતા લખવા પ્રેરતા. ‘અભ્યાસ અને રમા વચ્ચે વહેંચાઈ ગયેલે ” કલાપીનો પ્રેમ, પછીથી, રમાની સાથે આવેલી છસાત વર્ષની બાલિકા મેંદી પર ઢળતાં કલાપીનું પ્રણયજીવન અને સાહિત્યજીવન ન જ રંગ ધારણ કરે છે. વખત જતાં “વત્સા મેથી”
સ્નેહરાની શોભના” બને છે. શોભનાને મેળવવા જતાં રમાને દૂભવવાનું આ કેમળ દિલના પ્રેમીને ગમતું નથી. નવા પ્રેમથી આકર્ષાયા છતાં જના પ્રેમને તે વીસરી શકતા નથી. બન્નેને ચાહી શકાય એમ કલાપી અંતરથી માનતા હતા પણ રમાને તે સ્વીકાર્યું નહોતું, શોભનાને માટે મૂરતા છતાં ઉચ્ચ કર્તવ્યભાવનાવાળા કલાપીએ પહેલાં તે તેને તેની જ નાતના એક માણસ સાથે પરણાવી; પણ તેથી તે ઊલટી તેમની તેમજ શેભનાની વ્યથા અનેકગણું વધી ગઈ. છેવટે “પ્રેમમાં જ બધી નીતિ સમાઈ જાય છે” એમ માનીને કલાપીએ તા. ૧૧-૭–૧૮૯૮ ના રોજ શોભના સાથે રીતસર લગ્ન કર્યા. તે પછી બે વર્ષે-ઈ. સ. ૧૯૦૦ ના જનની દસમી તારીખે- ફક્ત એક રાતની માંદગી ભોગવીને તેઓ વિદેહ થયા.
આમ પ્રેમ એ કલાપીના વ્યક્તિત્વને પ્રથમ ગુણ હતો તે વૈરાગ્યની વૃત્તિ પણ તેમના સ્વભાવમાં એટલી જ પ્રબળ હતી. તેમની પહેલી કાવ્યકૃતિ “ફકીરી હાલ' અને છેલ્લી “આપની યાદી' વૈરાગ્ય વિશે છે. ભરત
તે