________________
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ કવિ કલાપી તરીકે બૃહદ્ ગુજરાતમાં પ્રસિદ્ધિ પામેલ સુરસિંહજી ગોહિલ સૈરાષ્ટ્રના હાલાર પ્રાન્તના ચોથા વર્ગના હાનકડા સંસ્થાન લાઠીના ઠાકર હતા. તેમનો જન્મ ઈ. સ. ૧૮૭૪ના ફેબ્રુઆરિની ૨૬ મી તારીખે (વિ. સં. ૧૯૩૦ ના માઘ શુદ નવમી) થયો હતો. તેમના પિતાશ્રી તખ્તસિંહજીને ત્રણ કુમારો હતા : ભાવસિંહજી, સુરસિંહજી અને વિજયસિંહજી. ભાવસિંહજી રાજકોટ રાજકુમાર કોલેજમાં ભણતા હતા તે વખતમાં જ અવસાન પામ્યા હતા તેથી સુરસિંહજી રાજ્યના વારસ ઠર્યા હતા. સુરસિંહજીને બાર વર્ષના મૂકીને તખ્તસિંહજી સ્વર્ગવાસી થયા એટલે એજન્સી તરફથી લાઠી રાજ્ય ઉપર મેનેજમેંટ મૂકવામાં આવ્યું હતું. બે વર્ષ પછી રાજમાતા રાયબા મૃત્યુ પામતાં ચૌદ વર્ષના સુરસિંહજીને ઉછેરવાની જવાબદારી એજન્સી તરફથી નિમાયેલ મેનેજર આશારામ શાહને માથે આવી હતી. માતાપિતાના અવસાનને કારણે રાજખટપટને અનુભવ કલાપીને નાનપણથી જ થયો હતો. તેમના સ્વભાવમાં રહેલી વૈરાગ્યવૃત્તિને આરંભથી જ આ વાતાવરણે પિષણ આપ્યું હશે. ૧૮૮૮ ના ડિસેમ્બરની પહેલી તારીખે કલાપીનાં લગ્ન ક૭ રેહાનાં રાજકુમારી રાજબા અને સિરાષ્ટ્રના કેટડા સાંગાણીનાં રાજકુમારી આનંદીબા એમ બે કુંવરીઓ સાથે એક જ વખતે થયાં હતાં. તેમના લગ્નેત્સવમાં મૂળચંદ આશારામ શાહના મિત્ર તરીકે કવિ કાન્ત હાજરી આપી હતી, પણ તે વખતે કાન્ત સાથે કલાપીને ખાસ પરિચય નહતો.
- ૧૮૮૨ ના જનની બાવીસમી તારીખે કલાપીને રાજકેટની રાજકુમાર કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાજકુમાર કોલેજમાં પ્રાથમિક પહેલાથી માંડીને વધુમાં વધુ માધ્યમિક છઠ્ઠા ધોરણ સુધીનું ગણાય તેટલું શિક્ષણ અપાતું હતું. એ કોલેજનું વાતાવરણ ઉછુંખલ અને વિલાસી હતું. કલાપી સવારમાં કસરત કરતા ને આખો દિવસ અભ્યાસમાં મગ્ન રહેતા. એટલે પ્રિ. મૅકનોટન પર સારા વિદ્યાર્થી તરીકે તેમની છાપ હતી. લગ્ન થયા પછી ૧૮૯૦ માં તેમણે બન્ને રાણીઓ સાથે રાજકોટમાં ઘર લઈને રહેવાની અનુમતિ પ્રિન્સિપાલ પાસેથી મેળવી હતી. કૅલેજકાળ દરમ્યાન તેમને ખાનગી અભ્યાસ કરાવવા સારુ શ્રી ત્રિભુવન જગજીવન જાનીને શિક્ષક તરીકે રાખ્યા હતા. અંગ્રેજી, ગુજરાતી અને ફારસીનું સારું જ્ઞાન ધરાવતા, “સ્વતંત્ર ને વાજબી સલાહ આપનાર’ આ ઉપયોગી અને