________________
થથ અને થથકાર ૫, ૧૦ વિવાદોથી ગુજરાતી ભાષા તેમજ પ્રજાને સરવાળે ફાયદો થયો છે. તેનાથી ગુજરાતી ભાષા સારી રીતે ખેડાવા પામી. વસ્તુતઃ શાસ્ત્રીય ચર્ચા અને તત્ત્વવિચાર સારુ ગુજરાતી ભાષાને મણિલાલે સૌથી પ્રથમ પળેટી છે અને પિતાની અપૂર્વ વિવાદબુદ્ધિ વડે ભાષાની ધાર કાઢી કાઢીને તેમણે તેને ઉત્તરોત્તર તીણ બનાવી છે. તેઓ પિતાને “યથાર્થ” પક્ષના લેખક ગણાવે છે તે સૂચક છે. સંસ્કૃત અને તળપદી, શિષ્ટ અને ઉત્કટ, ગંભીર અને આવેશવાળી એમ પરસ્પર વિરુદ્ધ લાગતી ભાષાશૈલીને અદ્દભુત સમન્વય સાધીને તેઓ તાક્યું તીર મારી શકે છે. તેમની ગદ્યશૈલીમાં જડતા, એકવિધતા કે નીરસતા ક્યાં ય જોવા નહિ મળે. તાજગી, સ્વયંસ્કૃતિ અને એજિસના ગુણો તેમાં કુદરતી રીતે જ પ્રગટ થાય છે. ગુજરાતી ભાષાને સૌથી પ્રથમ સચેતન અને સુગ્રથિત સ્વરૂપવાળા સંખ્યાબંધ નિબંધ આપીને મણિલાલે આદર્શ નિબંધસ્વરૂપના વિધાયક તરીકે ગુજરાતી સાહિત્યના ઈતિહાસમાં અમર સ્થાન પ્રાપ્ત કર્યું છે.
પ્રામાણિક મતભેદને કારણે મણિલાલને અનેક પ્રતિપક્ષીઓ હતા. તેમાં જિંદગીભર સુદર્શન'ની સામે “જ્ઞાનસુધા'માં ધર્મ, સમાજ અને સાહિત્યમાં વિવાદની પરંપરા ચલાવનાર સ્વ૦ સર રમણભાઈ મુખ્ય હતા. બીજે નંબરે હરગોવિંદદાસ કાંટાવાળા આવે. કાન્ત અને નરસિંહરાવ રમણભાઈની પ્રાર્થનાસમાજી વિચારશ્રેણીના ટેકેદાર અને વેદાન્તના વિરોધી હતા. પાછળથી–૧૮૯૫ માં કાન્ત મણિલાલને રૂબરૂ મળ્યા ત્યારપછી તેમને મતભેદ પાતળો પડી જઈને નહિવત થઈ ગયો હત; એટલું જ નહિ, મણિલાલને તેમણે પિતાના ગુરુ તરીકે પણ સ્વીકાર્યા હતા. કલાપીને ગાદી મળી ત્યારથી છેવટ લગી તેમના પૂજ્ય ગુરુનું સ્થાન મણિલાલ ભેગવતા હતા. આનંદશંકર એમને પોતાના “જયેષ્ઠ વિદ્યાબંધુ' ગણતા. માનશંકર પી. મહેતા અને પ્રે. બળવંતરાય ઠાકર તેમના શિષ્ય હતા. પ્રો. ગજ્જર અને બાળાશંકર સાથે તેમને નિકટ મત્રી હતી. આમ મણિલાલના વિરોધી ઓનું તેમ જ મિત્રો શિષ્ય ને અનુયાયીઓનું જૂથ મોટું હતું.
' એમના જમાનાના સંસ્કૃતના પ્રથમ પંક્તિના વિદ્વાન તરીકે મણિલાલને ભારતમાં તેમજ યુરોપ-અમેરિકામાં નામના મળી હતી. મુંબઈ યુનિવર્સિટીમાં સંસ્કૃતના પરીક્ષક તરીકે નિમાનાર તેઓ પહેલા જ ગુજરાતી હતા. પંજાબ યુનિવર્સિટીની બી. એ. તથા એમ. એ. ની પરીક્ષામાં પણ તેઓ સંસ્કૃતના પરીક્ષક તરીકે વર્ષો સુધી નિમાયેલા. પાટણના જૈન