________________
થાકાર-શાપિતાવલિ તેમણે ગુર્જર પ્રજાને સ્વસંસકારનું રક્ષણ કરવાનું ઉદ્દબોધન કરીને જે સેવા બજાવી છે તે ગુજરાતના સાંસ્કૃતિક ઈતિહાસમાં સદાકાળ સંભારાશે. - ધર્મ-તત્વની ચર્ચા કરતી વખતે તેમની સમક્ષ (૧) સામાન્ય ગુજરાતી પ્રજાજને, (૨) સુધરેલા ગણતો શિક્ષિત સમુદાય અને (૩) પશ્ચિમની પ્રજા એમ ત્રણ વર્ગના લોકો હતા. આરંભનાં પાંચ વર્ષ (૧૮૮૫-૧૮૯૦) પ્રિયંવદા' દ્વારા અને પછીનાં આઠ “સુદર્શન' (૧૮૯૦-૧૮૯૮) દ્વારા તેમણે પિતાના વિચારો પ્રથમ બે વર્ગને પહોંચાડયા હતા. તેને અંગે સુધારક વર્ગની સાથે વાદયુદ્ધમાં પણ તેમને ઊતરવું પડયું હતું. ત્રીજા વર્ગને માટે તેમણે અંગ્રેજીમાં લેખ લખ્યા હતા. ૧૮૮૯ના માર્ગમાં તેમને “Monism or Advaitism?” નામને અંગ્રેજી ગ્રંથ પ્રસિદ્ધ થયેલ હતું. તેનાથી તેમને યુરોપ-અમેરિકામાં સારી ખ્યાતિ મળી હતી. એ અરસામાં તેમને સ્વીડનની
આઠમી ઓરિયેન્ટલ કિગ્રસંગમાં હાજરી આપવાનું નિમંત્રણ મળ્યું હતું. પછી ૧૮૯૩ માં શીકાગોમાં ભરાયેલ વિશ્વધર્મ પરિષદની સલાહકારક સમિતિમાં તેમની નિમણૂંક થઈ હતી. એ વખતે પણ તેમને શીકાગો આવવાનું આગ્રહભર્યું નિમંત્રણ મળ્યું હતું. પરદેશમાં સ્વધર્મને પ્રચાર કરવાના આશયથી પ્રેરાઈને મણિલાલે અમેરિકા જવા માટે પ્રયત્ન પણ કર્યો હતો. પરંતુ આર્થિક તંગી અને નાદુરસ્ત તબિયતને કારણે તેમની મનની મનમાં જ રહી ગઈ હતી.
મણિલાલ પ્રાણવિનિમય (mesmerism)ના પ્રયોગ કરતા હતા. થિયેસોફિકલ સોસાયટીના તેઓ અગ્રણી સભ્ય હતા અને તેના ગસાધનાદિ પ્રયાગમાં પૂર્ણ રસ ધરાવતા હતા. તેઓ અઠંગ વેદાન્તી હતા. તેમ છતાં મૂર્તિપૂજા, યજ્ઞયાગ, ભક્તિ વગેરેને અધિકારક્રમ અનુસાર સ્વીકારતા હતા. મણિલાલ શકુન વગેરેને તેમજ મંત્રજંત્રને પણ નિરર્થક ગણતા નહતા, એટલે તેમને કેટલાક સુધાણ્યા “વહેમી' કહેતા. વળી વિધવાના પુનર્લગ્ન વિશે તેમ જ સંમતિ વયના ધારા પરત્વે સુધારક વર્ગ સાથે તેમને ગંભીર વિવાદ ચાલ્યો હતો. તેમ છતાં, “નારી પ્રતિષ્ઠામાં તેમણે સ્નેહલગ્ન અને સ્ત્રીશિક્ષણને આજ સુધારકેના કરતાં પણું ઉચ્ચ ભાવનાની ભૂમિકા પરથી સમજાવ્યું છે.
સુધારાની માફક સાહિત્યના ક્ષેત્રમાં પણ વિવિધ પ્રશ્નો પરત્વે મણિલાલને અનેક વિદ્વાને જોડે વિવાદમાં ઊતરવાનું થયું હતું. તેમની “ગુજરાતના લેખકો' વિશેની લાંબી લેખમાળા તેના ઐતિહાસિક પુરાવારૂપ છે. આ પ્રકારના
૧૧