________________
ગ્રંથ અને કાર પુ૦૧૦
‘કૅલેજમાં રહેવાથી આવેલ નાસ્તિકપણું' દૂર થતાં પુનઃ સન્ધ્યાવન્દનાદિ ક્રમ તેમણે શરૂ કર્યાં હતા. કૉલેજ છેાડી તે વખતે મણિલાલ પાશ્ચાત્ય ફિલસૂફીની તુલનાએ પ્રાચીન આ ધમ ભાવનાના વિચાર કરીને એમાંથી તથ્ય તારવી કાઢવાની મથામણમાં પડયા હતા. સાથે સાથે જીવનના ઉદ્દેશનું ચિંતવન પણ ચાલતું હતુ, તે આખરે ધમ અને પ્રેમ એ એ લક્ષ્ય ઉપર આવીને સ્થિર થયું'. ધણા મનનને અંતે ધમ અને પ્રેમની એકતા તેમને પ્રતીત થઈ અને પરમ પ્રેમ-અર્થાત્ વિશાળ જગ ફ્વ્યાપી પ્રેમ એ જ મેાક્ષ એવા નિણૅય લેવાતાં શાંકર વેદાન્ત ઉપર તેમની શ્રદ્ધા દૃઢ થઈ. આ અદ્વૈતનિષ્ઠા મણિલાલની સમગ્ર વિચારશ્રેણીના
પાયારૂપ છે.
ક
આ અદ્વૈતના કીમિયા વડૅ તેમણે જીવનની અનેક વિસંવાદિતાનુ સમાધાન કરી બતાવ્યું છે. તેમના પુરેાગામી નદે ‘સતશુદ્ધ' ધર્મનુ ઝાંખું' દન કરાવવાના પ્રયત્ન કર્યો છે. પણ તેના એ પ્રયત્ને મહારે તે પહેલાં તે પાતાનું અધૂરું મૂકેલું કા ૨૮ વષઁના જુવાન સમાનધમાં મણિલાલને સોંપીને તેને ચાલી નીકળવું પડયું હતું. ધર્માંતે કેન્દ્રમાં રાખીને જીવનના ખ્યાલ કરવાનું સૌથી પ્રથમ મણિલાલે જ ગુજરાતને શીખવાડયું. ધની બાબતમાં અભેદાનુભવને જ તે બ્રહ્મસાક્ષાત્કાર કહે છે; ગૃહમાં અભેદ વગર સાચું સુખ કે શાંતિ મળે નહિ; રાજયનું એ ઉત્તમાંગ છે અને સાહિત્યના સર્જન માટે એનાઉત્કટ અને વિશાળ અનુભવની અનિવાર્ય આવશ્યકતા એવું એમનુ' સામાન્ય પ્રતિપાદન છે. વેદાન્તની પરિપાટી ઉપર હિન્દુ ધર્મ તથા સાંસ્કૃતિના મુખ્ય સિદ્ધાંતોને તર્કશુદ્ધ શૈલીમાં સમજાવીને અન્ય ધર્મોની અપેક્ષાએ સ્વધર્માંની ઉત્કૃષ્ટતા સિદ્ધ કરવાના તેમણે જિંદગીભર પુરુષા કર્યા કર્યાં છે. ‘સિદ્ધાંતસાર’ અને ‘પ્રાણવિનિમય’ તેમની આ પ્રવૃત્તિનાં ઉત્તમ ફળ છે. મણુિલાલને મન સ્વધર્મ'ની શ્રેષ્ઠતા એટલે અભેદની જ શ્રેષ્ઠતા છે, જેને તે પ્રાચીન ધર્મભાવના કહે છે. એગણીસમી સદીના છેલ્લા ચરણમાં ગુજરાત ખાતે પશ્ચિમી સંસ્કૃતિના જોસભેર ધસારા થઈ ચૂકયા હતા અને નવીન શિક્ષણ પામેલ જુવાન વ` સ્વસંસ્કારની ઉપેક્ષા કરીને પાશ્ચાત્ય રંગે રંગાવામાં કૃતકૃત્યના માનતા હતા ત્યારે પશ્ચિમની વ્યક્તિપ્રધાન સંસ્કૃતિ ઉપર પૂર્વાંની સમષ્ટિપ્રધાન સ ́સ્કૃતિની સરસાઈ સાબિત કરી બતાવીને પૂર્વ તે પશ્ચિમના સંસ્કારોના ગજગ્રાહની એ કટોકટીની પળે