________________
N૨
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૧૦ ગુજરાત અને ગુજરાતી ભાષાના ઉદ્ધારની એમને પછી તે એવી લગની લાગી કે રાત અને દિવસ તેઓ એ જ કામમાં મગ્ન રહેવા લાગ્યા. દલપતરામના આ શુભ પ્રયાસથી સોસાયટીની સ્થિતિ છેડા વખતમાં જ એવી સદ્ધર થઈ ગઈ કે આજે પણ એનું કાર્ય એકધારું સુંદર ચાલી રહ્યું છે.
દલપતરામને ગુજરાત ઉપર બીજે મોટો ઉપકાર તે એમણે હેપ વાચનમાળા માટે કાવ્ય રચીને ગુજરાતની બેત્રણ પેઢીઓને રમતાં રમતાં સાંસ્કારિક ઉછેર સાધ્યો તે છે. ગઈ પેઢીનાં વૃદ્ધજન આજે પણ હોંશે હોંશે દલપતરામનાં મીઠાં સુબોધક પદ્યવચને યાદ કરીને ગાઈ સંભળાવે છે..
દલપતરામ શાંત, સરળ, વિવેદી, સૌમ્ય પ્રકૃતિના સજન હતા. “સૌને સાળો, સૌને સસરો છે દ્વિજ દલપતરામ' કહેવા જેટલી નમ્રતા અને સાત્વિકતા તેમનામાં હતી. તેમના અણીશુદ્ધ ચારિત્રયની અસર તેમના સંપર્કમાં આવનાર સૌ કઈ પર થયા વિના રહેતી નહીં. તેઓ પ્રજાનું હિત હૈયે રાખનાર સ્વદેશભક્ત હતા, તેમ “ઝેર ગયાં ને વેર ગયાં વળી કાળો કેર ગયા કરનાર ” ગાનાર રાજભક્ત પણ હતા. તેમનું આ વલણ ટીકાપાત્ર ગણાયું છે. પરંતુ તેમને ન્યાય આપવા ખાતર કહેવું પડશે કે તેમનામાં આંધળી રાજભક્તિ નહોતી. તેમના “ફાર્બસ વિલાસ” કાવ્યમાં આગળનાં રાજ કરતાં આ રાજય સારું છે, પણ કેટલીક બાબતમાં તેમાં અધેર છે એમ કહીને દેશળ ગઢવી નામના પાત્ર દ્વારા એ પિતાના મનની વાત બેધડક કહે છે?
લાંચીયાનું ગયું રાજ તેય નથી ગઈ લાંચ; જુલમી રાજા ગયા ને જુલમ જાહેર છે. લાકડાંનાં ગાડાં ભૂલ થેડું આપી લુંટી લે છે; કેર કરનારું રાજ્ય જતાં કાળો કેર છે. નિરખનું નામ લઈ દામ નથી દેતા પુરા; લુંટારા પીંઢારા જતાં લૂંટ ઠેર ઠેર છે. કહે દલપત દીનાનાથ! તેં આ દેશમાંથી જ
આંધળો અમલ કાઢયે તથાપિ અધેર છે. આટલી સ્પષ્ટ ભાષામાં રાજય–અમલની ટીકા કરનાર દલપતને મહારાણી વિકટેરિયાના દરબારમાં શાલ-પાઘને શિરપાવ મળે છે, સી. આઈ. ઈ. ને ઈલકાબ મળે છે અને સોસાયટીની ત્રીસ-બત્રીસ વર્ષ સુધી સેવા કર્યા