SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ થકાર-સરિતાવાલિ પ્રસન્ન કરી દીધા કે તેમણે દલપતરામને ભાવનગરના રાજ-કવિ તરીકે સ્વીકારીને શાલ-પાઘને શિરપાવ આપે અને વર્ષાસન બાંધી આપ્યું. ભાવનગરથી ઈડર અને સૂરતથી દાંતા સુધી પ્રવાસ કરીને દલપતરામે ગુજરાત-સૌરાષ્ટ્રની પ્રજાને પિતાની સરળ, ઠાવકી ને વિનોદી કાવ્યવાણમાં સુધારાને, શિક્ષણને, ધર્મને, નીતિને, ઉદ્યમને અને દેશભક્તિને બોધ કર્યો. ફેન્સે આપેલો “કવીશ્વર'ને ઈલકાબ જનતાએ વજલેપ કરીને કવિને પિતાના હૃદયમાં સ્થાન આપ્યું. અનેક રાજવીઓએ વર્ષાસને તથા - શિરપાવ આપીને કવિનું બહુમાન કર્યું. ઈ. સ. ૧૮૫૪ના માર્ચ મહિનામાં ફેર્સ સ્વદેશ ગયા ત્યારે દલપતરામને સાદરામાં રેવન્યુ ખાતામાં ગોઠવતા ગયા. વખત જતાં દલપતરામ મામલતદાર સુધી પહોંચે એવી આ ન કરી હતી. નોકરીની સ્થિર આવક ને શાંતિમય જીવન તેમને ગમી ગયાં. પણ તેમને માટે સરકારી કરી નિર્મિત નહોતી. ઈ. સ. ૧૮૫૫માં ગુ. વ. સો.નું નાવ અસ્થિર હતું. તેના મંત્રી મિ. કટિસે દલપતરામને સરકારી નોકરી છોડી દઈને સોસાયટીમાં જોડાવા કહેણ મોકલ્યું. પહેલાં તે તેમણે જવાબ આપ્યો કે દિલમાં હેત સ્વદેશ પર, પણ તૃષ્ણ ન જાય! સરકારી અધિકાર તે એમ કેમ મૂકાય? પણ તેમના દિલમાં મંથન ચાલતું હતું. દરમિયાનમાં મિત્ર કટિસે ફેન્સને કવિ પર દબાણ કરવા લખ્યું. ફોર્બ્સ કવિને છેક આ મતલબનું લખ્યું : ફિકર તમારી આખી ઉંમરની હું ધરીશ, ધીરજ તે માટે તમે અંતરમાં ધારજો. સ્વદેશનું હિત જે સદા હૃદય ધરે દિનરાત, તે આ વચને વાંચીને કબુલ કરજો વાત. તેની પિતાના પર થયેલી અસર વર્ણવતાં કવિ કહે છે ? વચને એવાં વાંચીને ના કહી કેમ શકાય ? પાકું બંધન પ્રેમનું તે નવ તેડ્યું જાય. લક્ષ્મી અને અધિકારની તૃષ્ણા તજીને. આખરે દલપતરામે વિદ્યાવૃદ્ધિ અથે સોસાયટીનું મંત્રીપદ સ્વીકાર્યું. તેમણે “બુદ્ધિપ્રકાશ અને વ્યવસ્થિત કર્યું. પછી સોસાયટીના વિદ્યાવૃદ્ધિના કાર્ય અંગે ભંડોળ એકઠું કરવા કવિ ધનિક અને રાજાઓને મળવા લાગ્યા. કવિતા વડે તેમનું મનોરંજન કરીને તેમણે પરમાર્થ કાજે શ્રીમંતે પાસેથી સારી રકમ એકઠી કરી,
SR No.032069
Book TitleGranth Ane Granthkar Pustak 10
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1952
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy