________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૧૦ કરે છે. કાંઈક સંભળાવશે?' દલપતરામે તરત જ નારદજીના ટીંપળની વાત કહી અને મુગ્ધ વિદેશી ગૃહસ્થને રીઝવ્યા. પછી ફ કવિને નાણવા માટે તૈયાર કરેલી પ્રશ્નાવલિ પૂછી. દલપતરામે તેના એવા સરસ જવાબ આપ્યો કે ફોર્સે પ્રસન્ન થઈને એ જ વખતે તેમને “કવીશ્વર'નું બિરુદ આપ્યું અને તેમને માસિક વીસ રૂપિયાના પગારથી પિતાની પાસે રાખ્યા. દલપતરામના–તેમ ગુજરાતી ભાષા-સાહિત્યના–ઉદયનો એ શુભ દિવસ હતો.
દલપતરામે ગુજરાત-સૌરાષ્ટ્રમાં ફરી ફરીને ફોર્બ્સને માટે ઈતિહાસ કથાઓ, લેખ, હસ્તપ્રતો દસ્તાવેજો ઈ એકઠાં કરીને 'રાસમાળા'ની રચનામાં સક્રિય મદદ કરી હતી. વળી દલપતરામની સહાયથી ફેબ્સ અમદાવાદમાં ગુજરાત વર્નાક્યુર સોસાયટી (હવે ગુજરાત વિદ્યા સંભા)ની સ્થાપના કરી હતી.
ફેબ્સની પ્રેરણાથી દલપતરામે ગુજરાતીમાં લખવાનું શરૂ કર્યું. ઈ. સ. ૧૮૪૯ના જૂન માસમાં ગુ. વ. સે.એ ભૂત વિશે ઈનામી નિબંધની જાહેરાત કરી. ફેન્સે દલપતરામને મહેનત કરીને નિબંધ તૈયાર કરવાની સલાહ આપી. દલપતરામના નિબંધને, હરીફાઈમાં સર્વશ્રેષ્ઠ ઠરતાં, દેહસો રૂપિયાનું ઇનામ મળ્યું. દલપતરામને એ પહેલે ગદ્ય લેખ. ઈ. સ. ૧૮૫૦માં ફેબ્સની સાથે દલપતરામ સૂરત ગયા. ત્યાં તેમણે મિ. કર્ટિસના પ્રમુખપદે એસ લાઈબ્રેરીમાં “હુન્નરખાનની ચઢાઈ' વિશે કવિતામાં ભાષણ આપ્યું. “હુન્નરખાનની ચઢાઈ' અર્વાચીન ગુજરાતનું પહેલું દેશભકિતનું કાવ્ય છે. નવીન દેશકાળને ઝીલીને ગુજરાતી કવિતાને ન વળાંક આપવાની શરૂઆત એનાથી થઈ છે. મહીપતરામ અને દુર્ગારામની સાથે નર્મદ એ પદ્ય વ્યાખ્યાન સાંભળવા ગયો હતો, પણ હજુ તેણે કવિતા લખવાની શરૂઆત કરી નહોતી. સૂરતની પ્રજા દલપતરામના વ્યાખ્યાન પર વારી ગઈ. ત્યાં ને ત્યાં પછી તેમણે મદ્યપાનનિષેધનું ‘જાદવાસ્થળી' નામનું ભાષણ કવિતામાં કર્યું, જે આજે દારૂબંધીના પ્રચાર સારુ કામ લાગે તેવું છે. સૂરતવાસીઓએ દલપતરામને માનપત્ર આપ્યું. તેના જવાબમાં તેમણે “સંપલમી સંવાદગાઈ સંભળાવ્યો. આમ, ગુજરાતમાં કવિ તરીકે દલપતરામની પ્રતિષ્ઠા બંધાતી જતી હતી.
ફેબ્સની બદલી ઘેઘે થતાં દલપતરામ સૌરાષ્ટ્રમાં ગયા. ત્યાં ભાવનગરના મહારાજા વજેસંગને કવિએ પિતાની કવિતા-ચાતુરીથી એવા