SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકા-પિતાવલિ બહાને તેમની નિંદા કરી છે.” ગઢવીને મિજાજ ગયો. એ તાડૂક્યાઃ “શી રીતે ?” ઉત્તરમાં દલપતરામે નીચેના છ ફેંકેઃ . ઉદધિ ઉદક અતિ ક્ષાર સાત મતિ મધુરી અવધમેં, અવધ સુધામય અમલ, સમલ વિખ વસત ઉદધિમેં; જડ જલધિ જગવન, પવનવશ, પ્રતિત ન લાયક, અવધમતિ પ્રતિત ધરત, સકલવિધિ જનસુખદાયક. લહિ અંજલિ ઉદધિ અગત્ય મુનિ પાન કરી પીંડ મેં લહે; મતિ અકલ અવધ ! દલપતિ તુંહી, કે કવિ નિધિ સમ કહે ? આખા છપ્પાનો અર્થ સમજાવીને દલપતરામે ગઢવીને ઠાવકી રીતે કહ્યું ગઢવી, સાગર તમારે મન મોટે. મુનિઓને મન નહિ. અગત્ય મુનિ અંજલિ ભરી સાગર પી ગયા હતા. પણ આચાર્યજીની બુદ્ધિનો કોઈ તાગ લઈ શકે તેમ નથી. એટલે કે કવિ તેને ખારા ખાબોચિયાની ઉપમા આપી શકે?” ગઢવીને ગર્વ ભરી સભામાં ઊતર્યો અને તે દિવસથી દલપતરામ સંપ્રદાયમાં કવિ તરીકે સ્વીકાર પામ્યા. આ વખતે તેમની ઉંમર એકવીસ વર્ષની હતી.* દલપતરામને વ્યાપક લોકપ્રિયતા અપાવવામાં ફેબ્સને હિસ્સો નેધપાત્ર છે. ફેબ્સને ગુજરાતી ભાષા-સાહિત્યને અભ્યાસ કરાવે તેવા શિક્ષકની જરૂર હતી. સંવત ૧૯૦૪ ના નવરાત્રમાં ભેળાનાથ સારાભાઈની ભલામણથી ભેળાનાથની જ મારફતે તેમણે દલપતરામને વઢવાણથી તેડાવ્યા. ભોળાનાથની ચિઠ્ઠી વાંચીને દલપત વેદિયા ચંદની પડવાને દિવસે મનમાં અનેક તર્કવિતર્ક કરતા વઢવાણથી અમદાવાદ જવા પગપાળા નીકળ્યા. આ વખતે તેમની સ્થિતિ સુદામા જેવી હતી. પાસે વાટખર્ચા માટે એક પાઈ પણ નહોતી. રસ્તામાં એક ઓળખીતા કનેથી થોડાક આના ઉછીના લઈને, લીંબડી ધોળકા-ધંધુકા થઈને અથડાતા કૂટાતા એ અમદાવાદ આવ્યા અને શિષ્ય ભોળાનાથને ત્યાં ઊતર્યા. ભદ્રના કિલ્લામાં ચાંદા સૂરજના મહેલમાં ફેન્સે રહેતા હતા. જ્ઞાનપંચમીને દિવસે ભેળાનાથ દલપતરામને ફેમ્સની મુલાકાતે લાવ્યા. ફસે દલપતરામનું પ્રેમથી સન્માન કર્યું. શિષ્ટાચાર પત્યા બાદ ફોર્બ્સ ચીપી ચીપીને હિન્દીમાં કહ્યું: “ભોળાનાથભાઈ કહે છે, તમે કવિતા સારી . • કવિશ્રી ન્હાનાલાલરચિત “કવીશ્વર દલપતરામને આધારે.
SR No.032069
Book TitleGranth Ane Granthkar Pustak 10
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1952
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy