________________
થથકાર-ચરિતાવલિ બાદ નિવૃત્તિ લેતાં પ્રજા તરફથી રૂપિયા બાર હજારની થેલી ભેટ મળે છે તે તેમના રાજા અને પ્રજા તરફના એકસરખા સનિષ્ઠ સદ્દભાવનું જ ફળ છે. ઇ. સ. ૧૮૯૮માં કવિ દલપતરામ અક્ષરધામ ગયા ત્યારે તેમના જુવાન પુત્ર નેહાનાલાલે ગુજરાતી સાહિત્યમાં પ્રવેશ કરીને પિતાના જીવનકાર્યને પિતાની રીતે ઉપાડી લઈને ચાલુ રાખ્યું હતું.
અઠ્ઠોતેર વર્ષના આયુષમાં છેલ્લા બે દાયકા કવિને આંખે અંધાપ હતો. છતાં તેમને લેખન-વ્યવસાય તે ચાલું હતું જ. છેલ્લાં વરસોમાં તેમણે વડતાલમાં રહીને સ્વામીનારાયણનું જીવનચરિત્ર પદ્યમાં ઉતારવાનું કામ કર્યું હતું. સંપ્રદાયના આચાર્ય વિહારીદાસે એકઠી કરેલી સામગ્રીને ચમત્કારિક પ્રાસ અને છબંધમાં વહેતી કરનાર દલપતરામની પ્રૌઢ પદ્યશૈલી એ દળદાર ગ્રંથને થોડોક ભાગ વાંચનારને પણ પ્રતીત થાય તેમ છે. ઈ. સ. ૧૮૯૦ અને ૧૮૯૭ ની વચમાં આ મહાગ્રંથ રચાયો હેવાને સંભવ છે. વડતાલના સ્વામીનારાયણ મંદિર તરફથી આ “હરિલીલામૃત' ગ્રંથ ઈ. સ. ૧૯૦૭ માં બે ભાગમાં પ્રગટ થયો હતો. સંપ્રદાયની રીત મુજબ રચનાર તરીકે તેના પર નામ આચાર્ય શ્રી વિહારીદાસજીનું - છે અને દલપતરામને આખા ગ્રંથમાં કોઈ સ્થળે ઉલ્લેખ નથી. પણ સંપ્રદાયની પરંપરા અને ગ્રંથની અંદરની પદ્યરચના આજે પણ દલપતરામના કર્તુત્વના સબળ પુરાવારૂપે ઉપલબ્ધ છે. .
દલપતરામની કવિતા જૂની પદ્ધતિની ગણાઈ છે. વ્રજ ભાષાની કવિતાના પરિશીલનથી દલપતરામને કાવ્યાદર્શ ઘડાયો હતો, એટલે ભાષાની ઝડઝમક અને કથનની ચતુરાઈ પર તેમણે વિશેષ ભાર મૂક્યો હતો. વળી, નીતિશુદ્ધ (Puritan) વિચારશ્રેણી એ દલપત-કાવ્યનું બીજું લક્ષણ છે. ધર્મ, નીતિ, સ્વદેશદ્ધાર અને વ્યવહાર-ચાતુર્યની ઠાવકી વાત એ તેમની કવિતાનો પ્રધાન વિષય બને છે. નર્મદની માફક –બલકે નર્મદના કરતાં વિશેષ સફળતાપૂર્વક દલપતરામે સુધારા, શિક્ષણ અને પ્રગતિની વાત કહી છે. નર્મદના કરતાં દલપતરામનું સમાજદર્શન ને વિવેચન વિવિધ ને સંગીન હતું. પણ તેમના સ્વભાવમાં આવેશ કરતાં ઠાવકાઈ અને પ્રણાલિકા-ભંજનના કરતાં નીતિ અને સદાચારની મર્યાદામાં રહીને
• આના સમર્થનમાં શ્રી જેહાંગીર એર સંજાનાએ પોતાના studies in Gujarati Literature”ના ત્રીજા વ્યાખ્યાનમાં દલપતરામ વિશે આપેલી ગુણગ્રાહક દલીલો લક્ષમાં રાખવા જેવી છે.