________________
ગોપાળરાવ હરિ દેશમુખ અમદાવાદમાં બાર વર્ષ રહીને ગુજરાત અને ગુજરાતી ભાષાને પિતાનાં કરી લેનાર આ દક્ષિણ સજજનને જન્મ સને ૧૮૨૩ના ફેબ્રુઆરિની ૧૮ મી તારીખે થયો હતો. તેઓ પૂનાના ચિત્તપાવન બ્રાહ્મણ હતા. પ્રાથમિક અભ્યાસ પૂરો કરીને ૧૮૪૧માં તેઓ અંગ્રેજી શાળામાં દાખલ થયા. શાળામાં અંગ્રેજીના ઉત્તમ વિદ્યાર્થી તરીકે તેમને સારી નામના મળી હતી. ઈ. સ. ૧૮૪૬માં તેમણે મુનસફની પરીક્ષા પસાર કરી. દક્ષિણના સરદારના એજ ટની ઓફિસમાં સામાન્ય કારકૂનના પદેથી તેઓ પોતાની બુદ્ધિચાલાકીને બળે ૧૮૫રમાં શિરસ્તેદારની પદ્ધી પામ્યા હતા. પછી તેઓ સમરી સેટલમેન્ટ ઓફિસરના હોદા પર નિમાયેલા. સને ૧૮૬૨માં “ઈનામ કમિશન'માં તેમણે સરકારની ઉત્તમ સેવા બજાવી હતી; પણ પૂના તથા દક્ષિણના બીજા ભાગના ઈનામદારો-ખાસ કરીને બ્રાહ્મણોતેમનાથી અસંતુષ્ટ થયા હતા. ઈ. સ. ૧૮૬૩માં તેમને સરકારે સિવિલ સર્વિસમાં દાખલ કરીને અમદાવાદના આસિ. જજને હેદો આપો. પણ તે નિમણૂંક સામે ગોરા સિવિલયનેએ વિરોધ ઉઠાવતાં તેમને મુંબઈની સ્પેલ કોઝ કોર્ટના જજજની જગ્યા મળી. ૧૮૬૭માં તેઓ અમદાવાદની સ્પેલ કોઝ કોર્ટના ન્યાયાધીશ તરીકે આવ્યા અને ત્યાં લાંબે સમય રહ્યા.
એકંદર બાર વરસના અમદાવાદનિવાસ દરમ્યાન ગોપાળરાવે સરકારી કામ કરવા ઉપરાંત શહેરની અનેક સંસ્કાર-પ્રવૃત્તિઓમાં રસ લીધે હતે. ૧૮૭રમાં તેમને ગુ. વ. સે.ના ઓનરરી સેક્રેટરી તરીકે ચૂંટવામાં આવ્યા હતા. ઉપરાંત હિમાભાઈ ઈન્સ્ટિટ્યુટના પ્રમુખ, શેઠાણી કન્યાશાળાના સેક્રેટરી, બાળલગ્નનિષેધક મંડળીના પ્રમુખ, દેશી ઉદ્યમવર્ધક મંડળના સ્થાપક, પ્રાર્થનાસમાજના ઉપાધ્યક્ષ, ને બંગાળા દુકાળ અને અમદાવાદ રેલ રીલીફ ફંડ કમિટિના સેક્રેટરી તરીકે–એમ વિવિધ રીતે તેમણે સુંદર સમાજસેવા બજાવી હતી.
વિદ્યાવૃદ્ધિનું કાર્ય પણ ગોપાળરાવે એટલી જ ઊલટથી બજાવ્યું હતું. તેમને પ્રાચીન લેખ અને સિક્કાઓને ઘણો શોખ હતો. તેને અંગે મરાઠી અને અંગ્રેજી ઉપરાંત ફારસી, ઉર્દી અને ગુજરાતી ભાષાઓને તેમણે સારો પરિચય કેળવ્યો હતો. ગુજરાતી ભાષા તેઓ માતૃભાષાના