________________
જર
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૧૦
જેટલી સરળતાથી ખેાલી શકતા હતા એમ સ્વ॰ નરસિંહરાવના અભિપ્રાય છે. ‘ બુદ્ધિપ્રકાશ ’માં તેમણે ગુજરાતના ઇતિહાસ, સાહિત્ય અને સંસ્કૃતિ વગેરે વિષયેા પર પુષ્કળ લેખેા લખેલા છે, જે એમની બહુશ્રુતતાના પુરાવારૂપ છે. ‘ ઈંદુપ્રકાશ ’ અને ‘ જ્ઞાનપ્રકાશ ’ નામે મરાઠી વૃત્તપત્રો અને હિતેચ્છુ ' નામના ગુજરાતી પત્રને તેમની સારી ઑથ હતી. · લેાક
·
›
?
.
હિતવાદી ' ઉપનામથી તેઓ લખતા. ‘ આગમપ્રકાશ ' અને નિગમપ્રકાશ' નામનાં એ પુસ્તકા પ્રથમ તેમણે ગુજરાતીમાં લખ્યાં હતાં, જેનું પાછળથી તેમણે મરાઠી ભાષાંતર કર્યુ` હતું. ઐતિહાસિક ગષ્ટિ' એ નામથી તેમણે મહારાષ્ટ્ર તથા ગુજરાતના ઇતિહાસને લગતાં એ પુસ્તકા મરાઠીમાં રચ્યાં હતાં, જેની હળવી કથાત્મક શૈલી આજે પણ માહિતી સાથે રસ અને રમૂજ પીરસે તેવી છે.
ગેાપાળરાવતી વિદ્યાપ્રીતિ એવી હતી કે એકવાર તેમણે પેાતાના તરફથી ૫૦૦૦ પુસ્તકેાની લહાણી કરી હતી. એ કહેતાઃ “એક વાર લાકામાં વાચનની રુચિ ઉત્પન્ન કરેા, એટલે પછી તે સારા કે નરસા ગ્રંથાની ક`મત સમજશે. ” આમ, વિદ્યાવૃદ્ધિ અને દેશેાન્નતિના હરેક કામમાં અમદાવાદના તત્કાલીન અગ્રણીઓની સાથે રહીને ગેાપાળરાવે નોંધપાત્ર કાર્ય કર્યું હતું. સ્વ॰ નરસિંહરાવે તેમનું સ્મૃતિચિત્ર દ્વારતાં સાચું જ કહ્યું છે. “ તે સમયમાં અમદાવાદના નગરજીવન, સમાજજીવન, ઇત્યાદિમાં ચેતનાનું અસાધારણ બળ હતું; એ ખળને પ્રેરનાર, વધારનાર મ`ડળમાં અગ્રસ્થાન ગેાપાળરાવનુ હતુ. ''૧ દેશી કારીગરીને ઉત્તેજન આપવાનું કામ પણ એમને ધણું પ્રિય હતું; અમદાવાદથી તેમણે વિદાય લીધી ત્યારે તેમનુ સ્મારક ફંડ એકઠું કરવામાં આવ્યું હતું. દેશી કારીગરી કે હુન્નરને ઉત્તેજન આપવામાં તેનું વ્યાજ ખર્ચાય તે ઉદ્દેશથી ગુ. વ. સે.ને એ ફ્રેંડ સાંપવામાં આવ્યું હતું. સરકારે પણ તેમના કામની કદર રાવબહાદુર' ‘ સરદાર ' અને ‘ જસ્ટીસ ઑફ પીસ'ના લકામા આપીને કરી હતી. મરાઠી સાહિત્યમાં ‘લાકહિતવાદી ' પ્રતિષ્ઠિત સ્થાન પામ્યા છે. પૂનાની ડેક્કન વર્નાકયુલર ટ્રાન્સ્લેશન સેાસાયટી 'એ ઇ. સ. ૧૯૨૩માં તેમની શતાબ્દી નિમિત્તે ગેાપાળરાવના જીવન અને સાહિત્ય વિશે. ઇનામી નિબંધ લખાવીને પ્રસિદ્ધ કર્યાં હતા. ઇ. સ. ૧૮૯૨ના આકટોબરની ૯મી તારીખે આ નિરભિમાની લેાકહિતૈષી વિદ્વાન તાવની સહેજ બિમારી ભોગવીને અવસાન પામ્યા.
:
'
૧ ‘સ્મરણમુકુર' પૂ. પર