________________
ગયા દાયકાના વાલ્મય પર દષ્ટિપાત ,
વાલા'માં મહેન્દ્ર મેઘાણીએ આપે છે. જર્મન લેખક એરિમોરિયા રેમાકની “એલ કુવાયેટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટને અનુવાદ પશ્ચિમના સમરાંગણમાં સ્વ. સોમૈયાએ અને તેના અનુસંધાનમાં બરડ બેંકને અનુવાદ ધરને મારગે'માં મકરન્દ દવેએ પ્રગટ કર્યો છે. ઉપરની પાંચે યુદ્ધ સમયની નવલકથા છે. '
પેરી બરજેસની કૃતિ ઉવી વૈક એલેનનું કાકા કાલેલકર અને રા. મશરૂવાળાએ કરેલું સુવાચ્ય ભાષાંતર “માનવી ખંડિયો' છે. ટૉલ્સ્ટોયની
જીવનવન” અને “શેઠ અને ચાકર તથા મેરી કરેલીત પ્રભુનું ધન શ્રી. ચંદ્રશંકર શુકલે આપેલા સુંદર અનુવાદે છે. જે જ ઓરવેલકૃત એનિમલ ફાર્મનો અનુવાદ “પશુરાજ્ય' નામથી, જોન સ્ટાઇનબેકલિખિત પલ ને ભાવવાહી અનુવાદ મેતી’ને નામથી અને પેટ ફેન્કની ‘મિસ્ટર આદમ' કૃતિને સંક્ષિપ્ત અનુવાદ તે જ નામથી શ્રી જયંતી દલાલે આપેલ છે. અમેરિકન પત્રપ્રતિનિધિ જેન હસની વાર્તાને અનુવાદ 'હિરોશિમા” નામથી નિ દેસાઈ એ કર્યો છે. વૈજ્ઞાનિક કલ્પનાકથાઓના વિખ્યાત ફેન્ચ લેખક જુલે વર્નકૃત ‘ક્લિપર ઓફ ધ કલાઉઝને. “ગગનરાજ" નામે અનુવાદ રા. મૂ. મે. ભટ્ટે પ્રગટ કર્યો છે. મશહૂર અંગ્રેજી જંગલકથા ‘સરઝન ઓફ ધ એસીને રા. મકરન્દ દવેએ જંગલને રાજા ટારઝન' નામે અનુવાદ આપે છે.
આ દાયકે નવલકથા વિભાગમાં ભાષાંતર–રૂપાંતરોની સંખ્યા લગભગ ૧૦૦ ઉપરની થવા જાય છે. આ ઉપરથી એમ કહી શકાય કે ગયા દાયકા કરતાં આ દાયકે પરદેશી નવલકથાઓએ આપણ અનુવાદકોનું ધ્યાન ઠીક ઠીક ખેંચ્યું છે.
નવલિકા બંગાળી વાર્તાસાહિત્યમાંથી આ દાયકે “તીન સંગી” અને હૈમંતી' એ રવિબાબુના નવલિકા સંગ્રહ ગુજરાતીમાં ઊતર્યા છે. અવનીન્દ્રનાથ ઠાકુરકત “રાજકાહિની ભા૦૧'ની વાર્તાઓના અને શ્રી. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરકતા “સીતાવનવાસ” અને “શકુંતલા'ની વાર્તાઓના અનુવાદ પણ આ દાયકે પ્રગટ થયા છે. હિંદી વાર્તાસાહિત્યમાંથી વિવિધ નવલિકાકારોની વાર્તાઓના અનુવાદ હિંદીની શ્રેષ્ઠ વાર્તાઓ” તથા “રેણું અને બીજી વાત” રૂપે થયા છે.
મરાઠી નવલિકાસાહિત્યમાંથી દેવદૂત” અને “છે. ફડકેની વાત' એમ બે વાર્તાસંગ્રહો પણ આ વિભાગના નેધપાત્ર ઉમેરા છે.