________________
૪
ગ્રંથ અને ગ્રંથકાર ૦-૧૦
નવલકથા
આજકાલ બંગાળી નવલનવેશોની કૃતિઓના અનુવાદેાના ગુજરાતીમાં તેાટા નથી. એક જ કૃતિના એકથી વધુ અનુવાદો વિવિધ પ્રકાશકા તરફથી પ્રસિદ્ધ થવા માંડ્યા છે. શરખાયુ, રવિભાજી, બંકિમચંદ્ર, શ્રી. પ્રભાવતી દેવી સરસ્વતી, શ્રી. અનુપમાદેવી; શ્રી. સૌરીન્દ્રમાહન, નારાયણ ભટ્ટાચાર્ય, નરેશ દ્ર સેનગુપ્ત, તારાશકર બંદોપાધ્યાય, પ્રોાધ સાન્યાલ, નવગેાપાલદાસ, ભૂપેન્દ્રનાથ રાયચૈાધરી, સુમનનાથ ઘોષ, ખલાઈચંદ્ર મુખોપાધ્યાય, ઇત્યાદિ બંગાળી લેખકેાની નવલકથાએ ગુજરાતીમાં ભાષાંતરત થઈ છે. બંગાળી નવલકથાઓની અનુવાદો રૂપે ધૂમ આયાત ગુજરાતમાં કેમ થતી રહેતી હશે ? ગુજરાતીઓને બંગાળની લાગણીમયતા આકી ગઈ છે એને કશો વાંધા નથી, પણ બંગાળની પ્રતિભાશીલ નવલેાની સાથે તેની સત્ત્વહીન કૃતિએ પણ ગુજરાતી ભાષાને માથે અનુવાદકા-પ્રકાશ માટે, એમાં તેમની શોભા કે વાડ્મયની સેવા નથી.
હિંદી નવલકથાઓમાંથી શ્રી. સિયારામશરણની કૃતિ ‘ગાદ’તુ, શ્રી. રાહુલ સાંકૃત્યાયનની કૃતિ ‘ વેગાસે ગ ંગા'નુ', શ્રી. જૈતેન્દ્રકુમારની કૃતિએ ‘પરખ’ અને ‘ત્યાગપત્ર'નુ' અને સ્વ. પ્રેમચછની કૃતિ ‘કાયાકલ્પ’તું : આટલાં ભાષાંતરે આવકારને પાત્ર છે.
"
મરાઠી નવલકથાઓના અનુવાદો પણ ઠીક ઠીક થતા જાય છે. ‘દાઝેલાં હૈયાં’, ‘સુલભા', ‘સૂનાં મંદિર', ઉકા'. અને · વર-વહુ અમે ' ખાંડેકરની વાર્તાઓનાં ભાષાંતર છે; ‘ક્રાન્તિ’ અને ‘સન્ધ્યા' સાતે ગુરુજીના અને ‘પ્રવાસી' ભા. ૧-૨ પ્રે, ફડકેની વાર્તાના અનુવાદ છે.
ઉર્દૂના વિખ્યાત લેખક કાઝી મુહમ્મદ અબ્દુલ ગફ્ફ્ફારના મશહૂર પુસ્તકના ‘લયલાના પત્રા'માં અનુવાદ મળે છે. સિંધી સાહિત્યની પહેલી મૌલિક નવલકથાના અનુવાદ ‘આશીર્વાદ' નામે પ્રગટ થયા છે. તેના મૂળ લેખક છે સેવક ભાજરાજ.
હવે પરદેશી કૃતિઓના અનુવાદો :
વાન્દા વાસિલેન્સ્કાની ૧૯૪૩નું સ્તાલિન-ઇનામ જીતનાર કથા ‘રેઇન્મે’નું ‘મેઘધનુષ’ નામે રમણલાલ સેાનીએ ભાષાંતર કર્યુ છે. જાન સ્ટાઇનમેકની ધ મૂન ઇઝ ડાઉન' નવલકથાને અનુવાદ ‘શશી જતાં' એ નામે જયંતકુમાર ભટ્ટે કર્યાં છે. વિકટર હ્યુગાની નવલ ‘નાઈન્ટી થ્રી'ના સારાનુવાદ