________________
યા દાયકાના વમય પર દષ્ટિપાત છે. અહીં તેના ગુણદોષ ચર્ચવાને અવકાશ નથી, એટલે તેમને નિર્દેશકરીને જ સંતોષ લઈશું.
કવિતા શ્રીમતી રેહાના તૈયબજીના “The Heart of a Gopiને છે. બ. ક. ઠાકરે કરેલ ગોપીહદય' નામે અનુવાદ; રવિબાબુનાં ગીતકાવ્યોમાંથી ચૂંટણી કરીને સ્વ. મેઘાણીએ આપેલું “રવીન્દ્રવીણા” નામે રૂપાંતરિત પુસ્તક; “We are seven', “ Hermit ', “The Deserted Village' 242 ' An elegy written in a country church-yard” એ ચાર કાવ્યનું શ્રી. કુલસુમ પારેખ અને ડો. સુરૈયાએ કરેલું ભાષાંતર; કીટ્સના “Isabella ને “અશ્રુમતી' નામે થયેલ અનુવાદ; ભગવદગીતાનું શ્રી. મશરૂવાળાએ કરેલું સમલેકી ભાષાંતર; જગન્નાથ પંડિતનું “કરુણાલહરિ', શંકરાચાર્યનાં ગંગાષ્ટક” અને
અર્ધનારીનટેશ્વર' તથા કુરેશસ્વામી રચિત “નારાયણાષ્ટક'નું રા. લાલજી વિરેશ્વર જાનીએ કરેલું ભાષાંતર અને અવારનવાર “માનસી” ને “દક્ષિણું” મૈમાસિકમાં પ્રગટ થતાં રહેતાં શ્રી અરવિંદની કવિતાનાં સુંદરમ તથા પૂજાલાલે કરેલાં ભાષાંતરે આ દાયકાના કાવ્યવિભાગમાં નોંધપાત્ર ઉમેરારૂપ ગણાય. ,
નાટક હેમ્લેટ” અને “મર્ચન્ટ ઓફ વેનિસ માં શ્રીમતી હંસાબહેન મહેતાએ નિબંધ અનટુપમાં કરેલાં ભાષાંતર; શરદબાબુના પલ્લી સમાજ ને “રમા’ નાટકમાં પુનર્જન્મ (હિંદી પરથી); મરાઠી નાટયકાર પ્રિ. અત્રેનાં લગ્નની બેડી”, “આવતી કાલ, વગેરે નાટકનાં ભાષાંતર; ટેસ્ટોયની “પાવર ઓફ ડાર્કનેસ’ એ નાટયકૃતિનું શ્રી. મૂળશંકર ભટ્ટે કરેલું ભાષાંતર; પી. જી. વુડહાઉસની ‘ઈફ આઈ વેર યુ' નામની વાર્તાનું રા. ધનંજય ઠાકરે જે હું તું હેત” નામે કરેલું રૂપાંતર; રવિબાબુનાં નાટકે અને સંવાદ-કાવ્યોને લક્ષ્મીની પરીક્ષા” અને “સતી” નામે રા. નગીનદાસ પારેખે કરેલ અનુવાદ; મેકિસમ શૈકીના “લોઅર ડેગ્સ” નાટકનું શ્રી. ગિરીશ ભચેચે, કરેલું ઊંડા અંધારેમાં રૂપાંતર; શ્રી. કે. કા. શાસ્ત્રીએ ઉતારેલ “કવિ કાલિદાસનાં ત્રણ નાટકે'; રશ્મિબહેન પાળીએ “૧૯૪૨’ નાટકમાં મરાઠી નાટયકાર મધુસૂદન કાલેલકરરચિત “ઉઘાંચે જગ'નું કરેલું વેશાંતર; આટલી આ દાયકાના નાટયવિભાગમાં મળેલી સુવાચ્ય અનુવાદકૃતિઓ છે.