________________
ગ્રંથ અને ગ્રંથમર ૧૦ છે. ગુજરાતી જનસ્વભાવનાં વિવિધ પાસાંઓ અને શેરીના જીવનના સ્થિર અંશે એમાં યથાર્થપણે ઝિલાયાં છે. '
“ગાંધી સાહિત્ય સૂચિ' શ્રી. પાંડુરંગ દેશપાંડેએ યોજેલ આ પુસ્તકમાં ગાંધીજીરચિત તથા એમનાં જીવન, કાર્ય અને તત્ત્વજ્ઞાન સંબંધી રચાયેલાં પુસ્તક ઉપરાંત એમનું વ્યક્તિત્વ સમજવામાં ઘાતક બને એવાં ટઢય, રસ્કિન, ચૅરે, શ્રીમદ્ રાજચંદ્ર વગેરે લેખકેનાં મળીને કુલ ૨૮૦૦ પુસ્તકોની યાદી આપવામાં આવી છે, જે ગાંધીસાહિત્યની સંદર્ભ સૂચિ તરીકે અત્યંત ઉપયોગી છે.
, “પરકમ્મા' સોરઠી લોકસાહિત્યના સંપાદક અને સવિવેચક તરીકે મેઘાણીનું ઘડતર કેવી રીતે થયું તેની ઈતિહાસકથા અને લેકસાહિત્યની શોધનકથા રૂપે સ્વ. મેઘાણ તરફથી આ પુસ્તક મળ્યું છે. એમાં ટાંચણો વાર્તાપ્રસંગના અણવપરાયેલા છૂટાછવાયા ટુકડાઓ, દુહાઓ અને ભાષાપ્રયોગોની ગોઠવણી કુશલતાથી કરવામાં આવી છે. લેખકની રસાળ શૈલી અને કલાપારખુ દષ્ટિ વિના આમ ભાગ્યે જ બની શક્યું હોત.
લેખલહરી': શ્રી. સરલાબહેન સુ. શાહના આ પુસ્તકમાં જૈન દષ્ટિથી સંસારના પ્રશ્નો છેડાયેલા છે. એમણે એમાં કરેલાં નિરાકરણોમાં સંકુચિત સાંપ્રદાયિકતા નથી. “મહાકવિ ચંદ અને પૃથ્વીરાજ રાસો'માં પંડિત ગોવર્ધન શર્માએ રાસાની અતિહાસિકતા સિદ્ધ કરવાને શ્રમ લીધો છે.
ભાષાંતરે–રૂપાંતરો અનુવાદ ગુજરાતનું પોતાનું ધન ન કહેવાય; પણ મૌલિક ફલ ઓછો કે સત્વહીન ઊતરતો હોય તે વેળા અન્ય ભાષાઓનાં સુંદર અને સત્વશીલ પુસ્તકોના અનુવાદોની આવશ્યકતા ઊભી રહે છે. એક બીજી દૃષ્ટિએ પણ તેની જરૂર છે. પિતાનું વાડ્મય ગમે તેટલું ખીલેલું હોય, પણ અન્ય ભાષાઓના ઉત્તમ વાત્મયથી પિતાના બાંધવોને પરિચિત કરવા અને અન્ય ભાષાભાષીઓના નૂતન પ્રવાહ, દષ્ટિબિંદુઓ અને શક્તિસામર્થ્યને તેમને ચેપ લગાડવા એ પણ સાહિત્ય અને સમાજની પ્રગતિશીલતાની નિશાની છે. જગતની તમામ ભાષાઓના શિષ્ટસુંદર ગ્રંથે પિતાની ભાષામાં પણ વાંચવા મળે, એ ગુજરાતી અનુવાદકેનું ધ્યેય હેવું જોઈએ.
આ દાયકે એવા કેટલાક ઉત્તમ અનુવાદ–રૂપાંતરે આપણને સાંપડયા