________________
ગયા દાયકાના વાય પર દષ્ટિપાત કે રાજકીય જીવનને કલુષિત બનાવી રહ્યાનું વિશાદમય ચિંતન તેમણે આ પુસ્તકમાં ઠાલવ્યું છે.
આપની સેવામાં’: કલાશોખીન અને ગુલાબી સ્વભાવવાળા શ્રી. જિતુભાઈ પ્ર. મહેતાના ફક્કડ શૈલીમાં લખાયેલા મનનપ્રેરક નિબંધિકા જેવા લઘુ લેખે છે. પુસ્તકની મહકતા વિચારે અને દૃષ્ટિમાં છે તેટલી જ છે તેની નખરાળી શૈલીમાં પણ છે.
“જીવનની કલા : શ્રી જિતુભાઈ મહેતાના જેવા જ ઉદ્દેશથી પ્રેરાઈને આરોગ્ય, માનસિક સ્વસ્થતા અને જીવનની સફળતા માટે વ્યવહારુ માર્ગ દર્શન શ્રી. રવિશંકર મહેતાએ એમાં કરાવ્યું છે.
નિત્ય આચાર': પ્રાતઃકાળથી આરંભી દૈનંદિની જીવનચર્યા તેમજ શોભા, અલંકાર અને જાહેરમાં વર્તાવ સંબંધી વિધિનિષેધાત્મક વ્યવહાર સૂચનાઓ શ્રી. રામનારાયણ વિ. પાઠકે તેમાં સૌને માટે રજૂ કરી છે. - “સ્ત્રીપુરુષમર્યાદા': બ્રહ્મચર્ય, સહશિક્ષણ, સ્ત્રીપુરુષસંબંધ, વિજાતિને સ્પર્શ, કામવિચાર અને લગ્ન જેવી વ્યક્તિ તેમજ સમાજનાં શરીર, મન અને ચારિત્ર્ય ઉપર જબરી અસર કરતી બાબતોને શ્રી. કિશોરલાલ મશરૂવાળાએ નીતિશુદ્ધ (Puritan) દષ્ટિકોણથી એમાં ચચી છે.
વૃત્તવિવેચન' વૃત્તવિવેચનની શાસ્ત્રીય તથા દેશદેશમાં થયેલા તેના વિકાસની માહિતી આપતું રા. રમેશનાથ ગૌતમનું આ પુસ્તક એ વિષય પર લખાયેલું પહેલું જ પુસ્તક છે. પત્રકાર બનવાના આરંભ કરનારને તે ઉપયોગી છે.
વક્તા કેમ થવાય?': રા. સતીશચંદ્ર દેસાઈનું વક્તત્વકળા સંબંધી પહેલું જ પુસ્તક છે. લેખકે ડેઈલ કાર્નેગીના “પબ્લિક સ્પીકિંગ' નામના પુસ્તકમાંથી પ્રેરણા મેળવીને તે લખ્યું છે.
“હાથની ભાષા”: રા. મણિલાલ ભૂ.પટેલ અને જ્યોતિષી કૃષ્ણશંકર કે. રૈક લખેલું આ ૫૧૨ પાનાંનું પુસ્તક હસ્તરેખા, અંકશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર સંબંધી પુષ્કળ માહિતી આપે છે. એવું જ બીજુ પુસ્તક “મહારું ભવિષ્ય' શ્રી. મણિલાલ પંડયાએ પ્રગટ કર્યું છે.
“શહેરની શેરી': શ્રી. જયંતી દલાલના આ જુદી જ ઢબના પુસ્તકમાં શહેરની પિળે અને શેરીઓમાં બનતા વાસ્તવિક પ્રસંગે તેમજ તેના પ્રતિનિધિરૂપ વિવિધ વ્યક્તિઓનાં તાદશ અને ચટકદાર ચિત્રો રજુ થયા