________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ.૯
૮.
જાણવા માંગેલા. આ ગ્રંથમાં એવા ત્રીસેક લેખાના અભિપ્રાયા ઉતારવામાં આવ્યા છે. તે ઉપરાંત સંપાદકોએ સ્વદૃષ્ટિએ પ્રગતિશીલ એવી કથાએ અને નિબંધો આપેલા છે. એક જ દૃષ્ટિપૂર્વક અનેક કલમેએ ફાળેા આપીને નિપુજાવેલા આ ગ્રંથ સાહિત્ય પ્રતિની દૃષ્ટિની નવીનતાને કારણે મૂલ્યવાન લેખાય તેવા છે.
ગુજરાત સાહિત્યસભાની કાર્યવહી' (૧૯૩૭ થી ૧૯૪૦)માં પ્રત્યેક વર્ષવા' ‘ગ્રંથસ્થ વાડ્મય’ની સમીક્ષા ઉપરાંત સભામાં પ્રત્યેક વર્ષ દરમ્યાન અપાયેલાં વ્યાખ્યાને સંગ્રહેલાં છે. સાહિત્યનાં વાર્ષિક વિવેચનામાં આ કાર્યવહીના ગ્રંથાએ મેાખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. પ્રત્યેક વર્ષે જુદાજુદા વિદ્વાન વિવેચકાને સમીક્ષાનું કાર્ય સોંપવામાં આવે છે અને તેથી સમીક્ષાને અંગે તે તે વિવેચકાનાં મંતવ્યા, અભ્યાસને નિતાર અને ગુજરાતી સાહિત્યની વિશિટતા-ન્યૂનતા વિશેના અભિપ્રાયા જાણવા મળે છે. આ રીતે આ પાંચ વર્ષમાં ડાલરરાય માંકડ (૧૯૩૬), અનંતરાય રાવળ (૧૯૩૭), મંજુલાલ મજમુદાર (૧૯૩૮), વિષ્ણુપ્રસાદ ત્રિવેદી તથા વ્રજરાય દેસાઇ (૧૯૩૯) અને રવિશંકર જોશી (૧૯૪૦) એ પાંચ – બધાએ જુદીજુદી કૉલેજોના ગુજરાતીના પ્રાધ્યાપકાએ આ સમીક્ષાઓ લખીને ગુજરાતી સાહિત્યના વિસ્તાર તથા ઊંડાણનાં સરવૈયાં સમભાવપૂર્વક આપ્યાં છે અને વાચકા તથા અભ્યાસીઓને સાહિત્યના રસાસ્વાદન માટે માર્ગદર્શન કરાવ્યું છે. પાંચ વર્ષમાં આશરે દોઢ હુન્નર ગ્રંથા એ સમીક્ષકાની દૃષ્ટિ હેઠળથી પસાર થઈ ગયા છે. આ વિશે એક નાંધવાયેાગ્ય ત્રુટિ એ જણાય છે કે સમીક્ષાને જે ગ્રંથા સમીક્ષા માટે મળે તેનું જ અવલોકન તે કરી શકે છે અને પરિણામે કેટલીક સારી કૃતિ સમીક્ષકની દૃષ્ટિ બહાર રહી જાય છે. સમીક્ષકે તેવી કૃતિએની નાંધ રાખીને કાઇ પણ રીતે મેળવી-વાંચીને તેને ન્યાય આપ્યા હોય તે આ સમીક્ષાઓની એ પ્રકારની ઊણપ ટળી જાય. નાનાંનાનાં પાઠ્ય પુસ્તકા કે અભ્યાસનાં પુસ્તકાની ગાઈડા અને નેટા પણ કાઈ કોઈ વાર સમીક્ષામાં આવી જાય છે, તેવી કૃતિઓનું શિક્ષણદૃષ્ટિએ મૂલ્ય હાઈ શકે-સાહિત્ય દૃષ્ટિએ નહિ, તેથી તેમને ગાળી નાંખવાથી સમીક્ષક ઉપરને વૃથા ભાર દૂર થવા પામે અને તેટલાપૂરતી ગુણવત્તા સમીક્ષામાં ઉમેરાય. સમીક્ષા ઉપરાંત આ કાર્યવહીએમાં સાહિત્ય સાથે સંબંધ ધરાવનારાં જે વ્યાખ્યાના આપવામાં આવેલાં છે. તેમાંનાં ઘણાંખરાં વિવેચન તથા નિબંધસાહિત્યમાં સારા ઉમેરા કરનારાં છે.
‘આપણું વિવેચનસાહિત્ય' (હીરા મહેતા) : એ વિવેચનસાહિત્ય