________________
પાંચ વર્ષનું સાહિત્ય – સાહિત્ય-વિવેચન
૭૯
સંગ્રહ છે. તેમાંના કેટલાક શુદ્ધ વિવેચનના છે તેા કેટલાક સાહિત્યના કાઈ વિશિષ્ટ ક્ષેત્ર પરના ઐતિહાસિક દૃષ્ટિપાત કે નિબંધનું સ્વરૂપ ધારણ કરે છે. બધા લેખો સાહિત્યવિષયને જ સ્પર્શે છે. અને માહિતીથી ભરપૂર છે. એ જ લેખકે સંપાદિત કરેલા ‘જયંતી વ્યાખ્યાને’ના ગ્રંથ ગુજરાત સાહિત્ય સભાએ ઊજવેલી જયંતીએ પ્રસંગેનાં વ્યાખ્યાનાના બનેલા છે. મીરાંબાઇ, અખા, પ્રેમાનંદ, મણિલાલ નભુભાઈ, ધીરેા, દલપતરામ, નર્મદ, કવિ બાલ, ગેાવર્ધનરામ અને કલાપી વિશેનાં વ્યાખ્યાને તેમાં સમાવેલાં છે. તેમાંનાં કેટલાંક ઉત્તમ પ્રકારનાં છે. વ્યાખ્યાન તરીકેના શિથિલ અંશેાને ગાળી કાઢીને અને ટિપ્પણ ઉમેરીને સંપાદકે વ્યાખ્યાનની સુવાચ્યતા સાધી આપી છે. ‘બૂઇ અને કેતકી’(વિજયરાય વૈદ્ય) : એ વિવેચના, અવલાકના તથા પુસ્તકોની ટૂંકી-મેટી નાંધાના સંગ્રહ છે. વિવેચનેામાંનાં કોઇ રૂઢ તેા કાઇ અરૂઢ શૈલીનાં પણ છે. ગ્રંથાનાં બધાં પાસાં સમભાવપૂર્વક અવક્ષેાકીને લખાચેલાં સ્વસ્થ વિવેચના ઘેાડાં છે. લેખકના ચિત્ત પર કઇ નોંધપાત્ર વીગત છપાઇ જાય છે ત્યારે તે તેને ઝડપી લઇને ત્યાં ઊંડું અવગાહન કરે છે અને તે દ્વારા જે કાંઇ મળે તે તારવી આપે છે.
‘સાહિત્યદ્રષ્ટાને’ (શંકરલાલ ગ. શાસ્ત્રી)ના પ્રથમ ખંડમાં અભ્યાસ, અવલોકન અને ચિંતનના ફળરૂપ પત્રરૂપે લખેલા સાહિત્યવિષયક લેખે છે. વિદ્યાર્થિ-વર્ગને સંમેાધીને એ પત્રા લખાયા છે. બીજા ખંડમાં પ્રેમાનંદ, શામળ, કૃષ્ણલાલ ઝવેરી, બળવંતરાય ઠાકાર, રમણલાલ દેસાઈ અને લલિતના પરિચયાત્મક લેખા છે. આ રેખાચિત્રામાં સમતેાલતા અને સ્વસ્થતાના સુમેળ છે.
‘મીઠી નજરે’(ધનસુખલાલ મહેતા)માં ચિત્રકલા, નૃત્ય અને અભિનયનાં વિવેચને સંગ્રહ્યાં છે, તે લેખકની રસપરીક્ષક દૃષ્ટિના પરિચય કરાવે છે. ‘પરાગ’(વ્યામેશચંદ્ર પાછ) એ હળવી શૈલીમાં લખાયેલા વિવેચનલેખા અને બીન્ન નિબંધેાના સંગ્રહ છે.
ગુજરાતીઓએ હિંદી સાહિત્યમાં આપેલા કાળા' (સ્વ. ડાહ્યાભાઇ દેરાસરી)માં પંદરમીથી ઓગણીસમી સદી સુધીમાં હિંદી લખનારા ગુજરાતી કવિએની માહિતી આપવામાં આવી છે.
‘સાહિત્ય અને પ્રગતિ' (ભારતી સાહિત્યસંઘ) : સાહિત્યમાં પ્રગતિશીલતા કઈ, તેનું કેાઈ સ્પષ્ટ ધારણ કિવા વ્યાખ્યા નક્કી કરવાના હેતુપૂર્વક આ ગ્રંથના છ સંપાદાએ મથન કરેલું અને પછી જુદાજુદા ગ્રંથકારાને પિરપત્ર મેાકલીને સાહિત્ય અને પ્રગતિ' વિશેના તેમના વિચારા