________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૯ દૃષ્ટિથી કરવામાં આવ્યું છે, અને કેટલીક પ્રચલિત માન્યતાઓને ઇતિહાસ દષ્ટિએ કસીને સુધારી કે નિવારી છે. અખાની એક તત્ત્વજ્ઞાની કવિ તરીકેની તેજસ્વી મૂર્તિને સાક્ષાત્કાર તે કરાવે છે. અખાની સુપ્રસિદ્ધ “અબે ગીતાનું વિવેચન રસભર્યું છે. આપણા જૂના કવિઓના સાહિત્યિક જીવનને સ્વતંત્ર વિવેચનગ્રંથોને માટે આ ગ્રંથ એક નમૂનો પૂરો પાડે તે બન્યો છે.
લોકસાહિત્ય' (ઝવેરચંદ મેઘાણી) : એ લોકગીતનાં અંતરંગ અને બહિરંગની ચર્ચા કરનારા નો સંગ્રહ છે, જેમાં લેખકે સંપાદિત કરેલાં લોકસાહિત્યનાં જુદાં જુદાં પુસ્તકોની તેમણે લખેલી પ્રસ્તાવનાઓને પણ સમાવેશ થાય છે. ભૂતકાળના જીવનને ભાવભરી વાણીમાં મૂર્તિ કરનારા લોકસાહિત્યમાંની દૃષ્ટિને તે રસભરિત શૈલીએ પૃથક્કરણપૂર્વક રજૂ કરે છે અને તેમ કરતાં દેશના, પ્રાંતના અને દુનિયાના દેશના લોકસાહિત્ય સુધી ફરી વળે છે.
જીવન અને સાહિત્ય–ભાગ ૨' (રમણલાલ વ. દેસાઈ) : સાહિત્યને જીવનદષ્ટિએ નિરીક્ષીને લેખકે પ્રાસંગિક વિવેચનો લખેલાં તેનો આ ગ્રંથમાં સંગ્રહ કર્યો છે. લેખકે જુદાંજુદાં સાહિત્યક્ષેત્રોમાં–નવલકથા, નવલિકા, નાટક, કવિતામાં સર્જક તરીકે વિહાર કર્યો છે, એટલે તેમનું સાહિત્યનિમજજના વિશાળ છે. એ વિશાળતા આ લેખોની અંદર પ્રતિબિંબિત થાય છે.
“સાહિત્યકલા’, ‘કાવ્યકલા અને વિવેચન' (મોહનલાલ પાર્વતી શંકર દવે)માંના પહેલા ગ્રંથમાં સાહિત્યવિષયક નિબંધોનો સંગ્રહ છે. સાહિત્ય સંબંધી તેમના વિચારોમાં અદ્યતનતા નથી, કારણ કે વીસેક વર્ષો પૂર્વે લખાયેલા લેખો મોટે ભાગે તેમાં છે. બીજા ગ્રંથમાં કાવ્ય અને કલાના સ્વરૂપના કેટલાક પ્રાથમિક સિદ્ધાંતોની વ્યાખ્યાઓ તથા દષ્ટાંતો છે. તેમાંના નિબંધનું મૂલ્ય આજે એવું લાગે એ સ્વાભાવિક છે, પરંતુ જ્યારે તે લખાયા હતા ત્યારે તત્કાલીન સામયિકોમાં કેટલાક લેખો આકર્ષક નીવડ્યા હતા. ત્રીજા ગ્રંથમાં જુદી જુદી સાહિત્યકૃતિઓ પરનાં પ્રાસંગિક વિવેચનો, કેટલાંક વ્યક્તિચિત્રો અને “ગ્રંથવિવેચનનું સાહિત્ય' એ વિશેનો સરસ નિબંધ છે. સુરતના ત્રણ નન્ના, કવિ ખબરદાર, રણછોડભાઈ ઉદયરામ ઇત્યાદિની જીવનરેખાઓ પણ તેમાં છે. બધા લેખોમાં શિલીની સમાનતા જળવાઈ નથી. કેટલાકમાં પ્રાસંગિકતા પણ છે. કેટલાંક વિવેચને ઠીક લખાયેલાં છે.
નવાં વિવેચન' (નવલરામ ત્રિવેદી) : નવલકથાનો વિકાસ, ગુજરાતનું હાસ્ય, નર્મદ-કાન્ત-કલાપી-નાનાલાલનું સાહિત્યિક તથા વૈયક્તિક જીવન, આત્મલગ્નની ભાવના, સાહિત્યમાં નારીજીવન ઈત્યાદિ પંદર લેખોનો આ