________________
પાંચ વર્ષનું સાહિત્ય - જીવનચરિત્ર ઉપર વિવેચન કરનારો ગ્રંથ છે. કવિ નર્મદથી માંડીને મુનશી અને પાઠક સુધીના સાહિત્યકારોનાં કાવ્યાદિ કલાના તથા તેમને વિવેચનના સિદ્ધાન્ત સંબંધી મંતવ્યોનું નિરૂપણ તેમાં કરેલું છે. સમકાલીન વિવેચકોઈ બરાબર ન્યાય નથી મળ્યો. તેની મર્યાદા અને ઊણપ છતાં આ પ્રકારને તો આ પહેલો જ ગ્રંથ છે એટલું નોંધવું જોઈએ.
જીવનચરિત્ર જેને સાચા અર્થમાં જીવનચરિત્ર કહી શકાય તેવાં પુસ્તકો બહુ થોડાં લખાય છે, એટલે એ પ્રકારનું સાહિત્ય આપણે ત્યાં પરતું નથી અને પૂરું ખીલ્યું પણું નથી. પરદેશીય વીરો અને મહાનુભાવ વ્યક્તિઓનાં જીવનચરિત્રો ઇતર ભાષાઓમાંથી ઉતારવામાં આવેલાં છે, જેમાંનાં કેટલાંક સારી કોટિનાં છે; પરંતુ જે સ્વદેશીય વિરે, નેતાઓ, વિદ્વાનો, મહાનુભાવો ઇત્યાદિનાં જીવન લખાયાં છે તેમાં અનેક પ્રકારના પ્રયોગો થયેલા છે. તેમાં એક પ્રકાર અણીશુદ્ધ જીવનકથાને છે, બીજે આત્મકથાનો છે, ત્રીજે સ્મરણલેખોના સંગ્રહરૂપે જીવનવૃત્તાંત રજૂ કરવાનો છે, ચેાથો સંક્ષિપ્ત જીવનરેખાઓ આંકી આપવાનો છે અને પાંચમે અહોભાવયુક્ત પ્રશસ્તિકથાઓનો છે. આ બધા પ્રકારનાં સ્વદેશી અને વિદેશી મહાનુભાવોનાં મૌલિક તથા અનુવાદિત મળી પચાસેક નાનાં-મોટાં જીવનકથાનકો આ પાંચ વર્ષમાં નવાં પ્રસિદ્ધ થયાં છે. માહિતીની સુઘટિત ચાળવણી, સંશોધન માટેની ખંત, કથાનાયક અને તેનાં પરિચયી પાત્રોને સજીવ આલેખન, પાત્રોનાં માનસને વેધક અભ્યાસ અને જીવનપ્રસંગેની રજૂઆત માટેની ભૂમિકાનું યોગ્ય ચિત્રણઃ એ બધા દ્વારા જીવનકથાનું લેખન અત્યંત શ્રમની અપેક્ષા રાખે છે; એવાં શ્રમસિદ્ધ મૌલિક જીવનચરિત્ર એાછાં લખાયાં છે. અનુવાદ કે તારવણી દ્વારા તૈયાર કરેલી જીવનકથાઓ કે જીવનરેખાઓના સંગ્રડે વિશેષ પ્રમાણમાં થયા છે. સ્વદેશ
“નર્મદઃ અર્વાચીનોમાં આદ્ય' (કનૈયાલાલ મુનશી) ગુજરાતની અસ્મિતાને એક મહાન વિધાયક નર્મદ હતો એ બેયને લક્ષ્ય કરીને આ ચરિત્ર રસભરિત શૈલીથી લખાયેલું છે. નર્મદની માનવસહજ નિર્બળતાઓને પણ ધ્યેયસિદ્ધિને અર્થે છાવરવામાં આવી છે.
હેમચંદ્રાચાર્ય (ધૂમકેતુ) સાંપ્રદાયિકતાથી રહિત માનવજીવનની કળાની અપેક્ષા પૂર્વક જૈનાચાર્ય શ્રી હેમચંદ્રનું જીવન આલેખનારું કદાચ આ પહેલું જ