________________
७०
ગ્રંથ અને ગ્રંથકાર ૩.૯ સરસતાને ઉંધાડી દેતા હાલરડાના ગુણની સમતુલામાં બેસાડી શકે છે, છતાં તે તો હાય છે, તેની પાછળ ભૂમિકા હોય છે, કેવળ તરંગશીલતા નથી હતી. નર્મ વિનાદ ઉપરાંત ઉગ્ર વિનેાદ પણ લેખક નિપજાવી શકે છે છતાં તેના નિર્દોષતાના ગુણ ખંડિત થતા નથી એટલી વિશિષ્ટતા નોંધવા જેવી છે.
‘પાનગાષ્ઠિ' (ધૂમકેતુ)માં હળલી શૈલીએ કટાક્ષપૂર્વક કરવામાં આવેલું જીવનનું દર્શન જોવા મળે છે. જીવનની ઊણપો ઉપર લેખકની દૃષ્ટિ જડાયેલી રહે છે અને એ ઊણપાને કટાક્ષા વેરીને હસી કાઢવા જતાં ગંભીર રાષમાં તથા વિષાદમાં પણ લેખક કેટલીક વાર ઊતરી પડે છે. તેમને વિનાદ બુદ્ધિપ્રધાન છે અને તર્કપરંપરાએ કરીને જ્યારે તે એક વસ્તુમાંથી ખીજી વસ્તુમાં સાથી પલટા લે છે ત્યારે એ તર્કો નર્મ વિનંદની લહેર ઉપજાવી રહે છે.
‘કેતકીનાં પુષ્પો' (નવલરામ ત્રિવેદી) દુનિયામાં અન્યાય કરનારા કે તે નિભાવી લેનારાઓને મધુરા ડંખ દઇને વાંચાને મૃદુ કે મુક્ત હાસ્યના ભક્તા બનાવે છે. તેમના કટાક્ષ કોઈ વાર વિનેદપ્રચુરને બદલે કટુતાપ્રચુર પણ બને છે. થાડી હળવી કવિતાઓ પણ તેમાં સંગ્રહેલી છે.
‘રામરોટી' (નટવરલાલ પ્ર. બુચ)માંનાં પ્રતિકાવ્યો, નિબંધો, વાર્તા, નાટક વગેરેમાં વસ્તુની વિકૃતિ દ્વારા નિપજાવાતા હાસ્યનો પ્રકાર છે. સાહિત્ય, શિક્ષણ, સમાજ ઉપર તે ટકાર કરે છે.
‘વિચારવીચિ’ (બળવંત ગો. સંધવી) માં હળવી શૈલીમાં લખાયેલા પ્રયાગદશાના નિષધા-લેખા સંગ્રહ્યા છે.
અનુવાદિત
‘સ્વદેશી સમાજ’ (નગીનદાસ પારેખ) એ કવિવર રવીંદ્રનાથ ટાગારના ભારતીય સમાજવિષયક નિબંધા તથા ભાષણેાના સંગ્રહ છે. ભારતના વૈવિધ્યમાં એકતા નિહાળનારી પ્રધાન દષ્ટિ એ નિબંધામાં આતપ્રેત થઈ રહેલી છે. ‘હિંદુઓનું સમાજરચના શાસ્ત્ર' (લીલાધર જાદવ) એ ગાવિંદ મહાદેવ જોશીના મરાઠી પુસ્તકના અનુવાદ છે. તેમાં હિંદુઓની સમાજરચનામાં તેમના પૂર્વજોનું ઊંડું જ્ઞાન તથા નિરીક્ષણ કેટલાં મર્મગામી હતાં તે પ્રતિપક્ષના પુરાવાઓ સાથે બતાવી આપ્યું છે. પરિશ્રમ તથા વિદ્વત્તા મેઉના સુંદર સંયેાગ તેમાં રહેલા છે.
‘નીતિશાસ્ત્રપ્રવેશ’(ગારધનદાસ અમીન) એ વામન મલ્હાર બેશીના મરાઠી ગ્રંથને અનુવાદ છે. એમાં ધર્મ તથા નીતિ, નીતિશાસ્ત્ર તથા ખીજાં શાસ્ત્રા વચ્ચેના સંબંધ, કાર્યાંકાર્યમીમાંસા વગેરે વિષયે પર મર્મગામી ચર્ચા