________________
પાંચ વર્ષનું સાહિત્ય-નિબંધ તથા લેખે છે. પાશ્ચાત્ય ચિંતક તથા તત્ત્વજ્ઞાનીઓના વિચારને પચાવીને ગ્રંથ લખાયો છે એ ગ્રંથની વિશિષ્ટતા છે. “નીતિશાસ્ત્ર' (પ્રફ્લાદભાઈ ધ્રુવ) એ પ્રો. મરે લખેલા “એથિકસને સુવાચ્ય ગુજરાતી અનુવાદ છે. ગંભીર તત્વચર્ચા સાથે વ્યવહાર તથા નીતિના કૂટ પ્રશ્નો તેમાં છણ્યા છે.
“પ્લેટનું આદર્શનગર (પ્રાણજીવન પાઠક)માં પ્લેટોના ‘રિપબ્લિકને સરળ અનુવાદ બે ભાગમાં આપ્યો છે. પ્લેટોનું ભાવનાવાદી તત્ત્વજ્ઞાન સંવાદ અને દષ્ટાંતો સાથે સુવાચ્ય બન્યું છે. પ્રાચીન ગ્રીક ફિલસૂફી' વિશેનો નિબંધ ગ્રીસના સાહિત્ય, સંસ્કૃતિ તથા રાજનીતિશાસ્ત્રનો ખ્યાલ આપે છે.
મારી વ્યાપક કેળવણી” (ચંદુભાઇ રાવજીભાઈ પટેલ) : ટસ્કેજી સંસ્થાના સ્થાપક બુકર ટી. વોશિંગ્ટનની આત્મકથાના ઉત્તરાર્ધને આ અનુવાદ છે. તેમાંને અનુભવો અને વિચારો કેળવણીને સાચા અર્થ સમજવાને તથા ખાસ કરીને પાયાની કેળવણીને વિચાર હિંદમાં જમ્યો છે ત્યારે સાચી કેળવણીને મર્મ વ્યવહારમાં ઉતારવાને ઉપયોગી હોઈ એ આજન્મ કેળવણીકારના વિચારો અભ્યાસને વેગ્ય છે.
પશ્ચિમના દેશોની કેળવણી પુ. ૧' (ગોપાળ ગજાનન વિકાસ): ડો. ગનનન શ્રીપત રે લખેલા મૂળ પુસ્તકને આ અનુવાદ છે. અમેરિકા, રશિયા, ઈંગ્લાંડ, ફ્રાન્સ, જર્મની અને ઈટાલીની કેળવણી પદ્ધતિઓની હિંદી દષ્ટિએ આપવામાં આવેલી માહિતી તથા સમાલોચને તેમાં છે.
આચાર્ય કૃપાલાનીના લેખો' એ ધર્મ, તત્ત્વજ્ઞાન, સત્યાગ્રહ અને રાજકારણને લેબો તથા ભાણેનો અનુવાદિત સંગ્રહ છે. તેમાં આચાર્ય કૃપાલાનીજી તર્ક અને વિચારપૂર્વક ગાંધીજીની વિચારસરણીને સમર્થ રીતે પ્રતિપાદન કરે છે.
મધુકર” (વિનોબા ભાવે) : મૂળ મરાઠીમાં લખાયેલા ત્રેવીસ લેખોનો આ ગુજરાતી અનુવાદ છે. લેખક પિતાનાં મતે અને મૂલ્યાંકનો વાચક ઉપર આગ્રહયુક્ત તથા તર્કશુદ્ધ રીતે ઠસાવે છે. બધા લેખોના વિષયો વર્તમાન જીવનને સ્પર્શતા છે.
“આપણ દેશની સ્થિતિ' (સાકરલાલ યાજ્ઞિક): સુપ્રસિદ્ધ દેશભકત ચીપલુણકરના તેજસ્વી નિબંધે જે દેશની દુર્દશા ઉપર પ્રકાશ પાડનારા તથા સ્વાતંત્ર્યદષ્ટિથી યુક્ત હોઈને જ થયા હતા તે ૨૭ વર્ષો બાદ મુક્ત થતાં તેનો આ ગુજરાતી અનુવાદ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે.
“ગ્રામ્ય હિંદને વિશેષ ઉત્કર્ષ (ગોકળદાસ શાહ) : ગામડાંના લોકોનું ધાર્મિક, બૌદ્ધિક, શારીરિક, સામાજિક અને આર્થિક જીવન વધારે પૂર્ણ