________________
પાંચ વર્ષનું સાહિત્ય-નિબંધે તથા લેખે સાહિત્ય પરિષદ) કરાંચીમાં મળેલું તેરમું સાહિત્યસંમેલન એ મહાગુજરાતનું પ્રથમ સાહિત્યસંમેલન હતું. તેના અહેવાલમાં સાહિત્યવિષયક ઉચ્ચ કોટિના લેખો અને ભાષણ ગણ્યાંગાંઠડ્યાં છે. “પરિષદ પ્રમુખનાં ભાષણો' (ગુજરાતી સાહિત્ય પરિષદ) એ પહેલી પરિષદથી માંડીને ૧૩ મા અધિવેશન સુધીના પ્રમુખનાં અને વિભાગી પ્રમુખોનાં ભાષણોનો સંગ્રહ છે. સાહિત્યના અભ્યાસીઓ માટે એ એક મૂલ્યવાન ગ્રંથ બન્યો છે.
મહાવીર જૈન વિદ્યાલયનો રજત મહેસૂવગ્રંથમાં ગુજરાતી અને અંગ્રેજી લેખો સંગ્રહેલા છે અને જો તેમ જ જૈનેતર લેખકોએ તેમાં પોતાનો ફાળો આપ્યો છે. લેખોમાં વિષયવૈવિધ્ય છે અને કેટલાક નિબંધો સાહિત્યમાં ચિરંજીવી સ્થાન લે તેવા છે.
હેમ સારસ્વત સત્ર' (ગુજરાતી સાહિત્ય પરિષદ): ૧૯૩૯ભાં પાટણમાં ગુ. મા. પરિષદે ઊજવેલા હૈમ સારસ્વત સત્રનો અહેવાલ તથા તેમાં વંચાયેલા કિવા તે નિમિત્તે લખાયેલા લેખેનો આ સંગ્રહ છે. તેનો એક ભાગ હેમચંદ્રને વ્યક્તિત્વનો અને વિભૂતિમવનો ખ્યાલ આપે છે. બીજો ભાગ ગુજરાતની એ કાળની સંસ્કૃતિનો ખ્યાલ આપે છે. હેમચંદ્રના સાહિત્યનિર્માણને સ્પર્શતા લેખો બહુ થોડા છે.
વિનદાત્મક વૈરવિહાર-ભાગ ૨' (રામનારાયણ વિ. પાઠક) : “વૈરવિહારી” ને વિનોદ, કટાક્ષ કે ઉપહાસ માટે જોઇતી સામગ્રી તો સામાન્ય માનવજીવન કે વિશિષ્ટ નહેર પ્રસંગો જ પૂરી પાડે છે, પરંતુ તેમાંનું નર્મ તત્વ વ્યાપક હોય છે એટલે તે ગ્રહણ કરવા માટે લેખકના તર્કપાટવને બરાબર અનુસરવું પડે છે, અને તે જ તેમાંના વિનોદને યથાર્થ સ્વરૂપે પામી શકાય છે. સત્યાગ્રહની લડત, લાઠીમાર, જેલનિવાસ વગેરે બનાવોએ તેમને ઠીક-ઠીક વિનોદવસ્તુઓ આપ્યાં છે. તે ઉપરાંત કવિતા, ભાષા અને વ્યુત્પત્તિમાં પણ તેમણે સ્વૈરવિહાર કરીને બુદ્ધિપ્રધાન વિનોદના સફળ પ્રયોગ કરી બતાવ્યા છે.
રંગતરંગ-ભાગ ૧થી ૪' (તીંદ્ર હ. દવે)માંને વિનાદ ભાગ્યે જ પ્રસંગલક્ષી હોય છે, પરંતુ લેખક કાલ્પનિક પ્રસંગો નિપજાવે છે, સામાન્ય વસ્તુઓની લાક્ષણિક અસામાન્યતા નિરૂપે છે તથા અસામાન્ય વસ્તુઓની અસામાન્યતા લુપ્ત કરે છે અને પછી તર્કપરંપરાએ કરીને સુંદર વિનોદ નિપજાવે છે. તેમાંના વ્યંગ, કટાક્ષ તથા પ્રહાર સચોટ હોય છે અને નિર્દોષ હાસ્ય ઉપજાવ્યા વિના વિરમતા નથી. લેખકને તર્કવિસ્તાર જીવનમાં કર્મનું પ્રાધાન્ય અમાન્ય કરીને કર્તાનું પ્રાધાન્ય સિદ્ધ કરી શકે છે, આળસને સગુણ ગણાવી શકે છે, ભાષણની