________________
પાંચ વર્ષનું સાહિત્ય -નિબંધા તથા લેખા
માલિક
કપ
સામાન્ય
‘જીવન સંસ્કૃતિ’(કાકા કાલેલકર) એ સામાજિક અને સંસ્કૃતિવિષયક ચિંતનાત્મક નિબંધોના એક મૂલ્યવાન સંગ્રહ છે. સંસ્કૃતિ, સમાજના પાયા, વર્ણ અને જ્ઞાતિ, સંસારસુધારા, ગામડાંના પ્રશ્નો, ગરીબાઈના પ્રશ્નો, શ્રમજીવીએ, સમાજસેવાની પ્રવૃત્તિઓ, હરિજનસેવા, ઇત્યાદિ વિભાગામાં એ નિબંધોને વહેંચી નાંખ્યા છે. દૃષ્ટિની સ્થિરતા, વિચારણાની વિશદતા, અભ્યાસ, ચિંતન અને સ્પષ્ટ દર્શન એ બધાંના સમન્વયથી ઊપજેલી ધીરગંભીર શૈલીએ લેખકના ગદ્યને સરસ અને પૂર્ણ ભાવવાહક બનાવ્યું છે. જીવન અને સમાજના ખૂણેખૂણામાં એ ષ્ટિ-ફરી વળી છે અને વાચકની સ્વાભાવિક જિજ્ઞાસાએ તથા પ્રશ્નો ઉપજાવીને તેનું નિરસન કરી વિષયને સંપૂર્ણ ખ્યાલ આપવા મથી છે. એ જ લેખકના બીજો લેખસંગ્રહ ‘જીવનને આનંદ' બીજી આવૃત્તિ પામ્યા છે જેમાં કેટલેાક વધારે કરવામાં આવ્યેા છે. એમાંના લેખેા એવા જ પ્રભાવશાળી ગદ્યમાં કળા અને કુદરત વિશે લખાયા છે.
‘મણિમહાત્સવના સાહિત્યòાલ' (કવિ શ્રી નાનાલાલ) એમાં લેખકના મણિમહે।ત્સવ પ્રસંગનાં ૧૬ ભાષણાના સંગ્રહ કરવામાં આવ્યા છે. શ્રોતાએના વર્ગ અને ભાષણનું સ્થાન એ બેઉને લક્ષ્ય કરીને એ ભાષણા અપાચેલાં એટલે તેમાં કેટલીક પ્રાસંગિકતા છે. ‘કવિધર્મ,’ ‘જગતકવિતાનાં કાવ્યશિખરા’, ‘નારીજીવનના કોયડા' એ વ્યાખ્યાને તેમાંના સુંદર નમૂનાઓ છે.
ગુજરાતની અસ્મિતા અને બીજા લેખા' (કનૈયાલાલ મુનશી) : ગુજરાતની સંસ્કૃતિની વિશિષ્ટતા દાખવનારા ‘ગુજરાતની અસ્મિતા’ને નિબંધ અને એ જ લેખકના ખીજા લેખાને સંગ્રહ તેમના સુવર્ણમહેસવના સ્મારક રૂપે ગુજરાતી સાહિત્યપદેિ પ્રસિદ્ધ કર્યાં છે. તેમના ગદ્યનાં બળ અને ભભક તેમાં તરી આવે છે.
‘સર્જન અને ચિંતન’ (ધૂમકેતુ) માં ચોટદાર ભાષામાં લખાયેલા જીવન, સાહિત્ય તથા કળાવિષયક નિબંધો મુખ્ય છે અને ધર્મ તથા તત્ત્વજ્ઞાનને સ્પર્શતા લેખા પણ તેમાં છે. લેખકની દૃષ્ટિ જીવન અને જીવનવ્યાપાર સાથે સંબંધ ધરાવતાં ક્ષેત્રામાંની ઊણપાને સત્વર પકડી પાડે છે અને તેની ઉપર પ્રહાર કરતાં તે કલમને તીખી પણ બનાવે છે. આ નિબંધો કેવળ અભ્યાસનું જ પરિણામ નથી પરન્તુ ચિંતન અને નિરીક્ષણ દ્વારા દઢીભૂત કરેલી ભાવનાઓને તે મૂર્ત કરે છે. એમના ખીજા લેખસંગ્રહ ‘જીવનચક્ર'માં