________________
૪
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૯
અનુવાદકે આ કથા લખી છે. ભર્તૃહરિના ભાઈ વિક્રમના રાજ્યારેાહને લગતી, વેતાળ અને વિક્રમના પરાક્રમપ્રસંગને વણી લેતી આ કથા આજે તા સામાન્ય જનતા માટેની એક મનેરંજક જૂનવાણી કથા જેવી લાગે છે.
નિબંધા તથા લેખા
ચિંતન-મનનને યાગ્ય નિબંધા, નિબંધિકાઓ, લેખા, ભાષણા ને વિચારકંડિકાઓના સંગ્રહાને આ ખંડમાં સમાવ્યા છે; પરન્તુ પ્રાથમિક કે માધ્યમિક શાળાઓ માટે નિર્માણ થયેલા વિદ્યાર્થીઓને જ ઉપયાગી એવા સંગ્રહાને ગણનામાં લીધા નથી. ગંભીર અને અગંભીર મેઉ રીતે સાહિત્ય ચિંતનમનનને યેાગ્ય અને છે, એટલે નર્મ શૈલીએ લખાયેલા ચિંતનપ્રધાન લેખસંગ્રહે। પણ આ જ ખંડમાં આવે છે. માટે ભાગે આ ખંડમાંના ગ્રંથા સંગ્રહરૂપ છે અને સંગ્રહ કરતી વખતે કેટલાક લેખકે બધા લેખેાનું સ્વરૂપ સમાન પ્રકારનું છે કે નહિ તે જોવા થાભતા નથી, એટલે તેવા સંગ્રહામાં કેટલીક સંકીર્ણતા આવી જાય છે; પરન્તુ જે સંગ્રહાનું પ્રધાન સ્વરૂપ ચિંતનક્ષમ લેખાનું જણાયું છે. તે જ સંગ્રહાને અહીં લીધા છે. જે લેખસંગ્રહાનું લક્ષ્ય સાહિત્યવિવેચન પ્રધાનાંશે છે તેમના સમાવેશ અહીં કર્યું નથી, તેમ જ જે લેખસંગ્રહોને ઇતર શીર્ષક હેઠળ વધારે બંધોસતી રીતે લઈ શકાય તેમ જણાયું છે તે પણ અહીં લીધા નથી.
આ બધા સંગ્રહો પરના એક જ દૃષ્ટિપાત કહી આપે છે કે નિબંધસાહિત્યમાં ગુજરાતી લેખકાના કાળા મધ્યમસરનેા છે, પરંતુ સાહિત્ય, ભાષા, કલા, ઇતિહાસ, શિક્ષણ, સંસાર, સમાજ, રાષ્ટ્ર, વિજ્ઞાન, ધર્મ, તત્ત્વજ્ઞાન ઇત્યાદિ માનવજીવનને સ્પર્શતા અનેક વિષયા સંબંધે ચિંતનના ખારાક તેમણે પૂરા પાડયો છે. અનુવાદિત લેખાના કેટલાક સંગ્રહે પણ આ સાહિત્યમાં સારે। ઉમેરો કરે છે. સંપાદિત સંગ્રહા આગલા જમાનાના લેખકાની કેટલીક સુંદર નિબંધકૃતિઓને જાળવી રાખીને અભ્યાસ માટે પ્રચારમાં મૂકવાનું કાર્ય કરે છે. ગુજરાતી ગદ્યશૈલીના વિકાસ સાહિત્યના આ પ્રકારમાંથી વધારે સારી રીતે તારવી શકાય તેમ છે.