________________
પાંચ વર્ષનું સાહિત્ય - નવલકથા
43
છે અને તે મુખ્યત્વે સ્વ. પ્રેમચંદજીની જ નવલકથાઓની. તેમની નવલકથા ‘પ્રેમાશ્રમ’ (કિશનસિંહ ચાવડા) માં જમીનદારા ખેડૂતને રાખે છે તેનેા ચિતાર મુખ્ય છે. ‘નિર્મળા’ (માણેકલાલ જોષી) માં કોડાને અંગે ઉત્પન્ન થતી વિષાદમય સ્થિતિનું કરુણાંત આલેખન છે. ‘ગેાદાન' (માણેકલાલ જોષી) માં ઉચ્ચ સમાજના પ્રતિનિધિઓના જીવનને પડછે દુઃખમાં શૂરા અને શીલસંપન્ન ગરીમાનું જીવન સરસ રીતે આલેખી બતાવ્યું છે.
મરાઠી
‘સુશીલાને દેવ’ (ગોપાળરાવ ભાગવત) એ વામન મલ્હાર જોષીની એક સારી નવલકથા છે. પ્રકૃતિધર્મ સમજીને કર્મયાગી થવું એ તેના મચિતાર્થ છે. વાર્તારસ એળે છે. કારણ કે ચિંતન તેમાં વિશેષ ભાગ શકે છે. શ્રી. ખાંડેકરની નવલકથા ‘દાન ધ્રુવ’ (હરજીવન સામૈયા) એ સત્યવન અને વાસ્તવજીવન વચ્ચેનું ઉત્તર-દક્ષિણ ધ્રુવ જેટલું અંતર બતાવતી નવલકથા છે. અનેક વર્તમાન જીવનના પ્રશ્નોની તેમાં ચર્ચા છે. ઈંદિરા સહસ્રબુદ્દેની ‘બાલુ તાઈ ધુડા ધે’ના અનુવાદ ‘એ પત્ની કાની’ (યજ્ઞેશ શુકલ)માં પ્રચલિત લગ્નવ્યવસ્થા સુકુમાર હૃદયાને છૂંદી નાંખે છે તેનું કરુણ આલેખન છે. મામા વરેરકર કૃત ‘મળતી કળી’ ના અનુવાદ ‘ખીલતી કળા' (યજ્ઞેશ શુકલ)માં નવમતવાદ અને જૂનવાણી માનસ વચ્ચેનું સંઘર્ષણુ નિરૂપવામાં આવ્યું છે.
કાઝી મુહમ્મદ અબ્દુલ ગફાર કૃત ‘લચલાના પત્રા' (ઇમામુદ્દીન સદરુદ્દીન દરગાહવાળા) ના અનુવાદ એ પત્રરૂપે કહેવામાં આવેલી એક રૂપજીવિનીની આત્મકથા છે. કથારસ એ છે અને નાયિકા પેાતાના પેશાની નિંદાની સાથે સમાજ ઉપર અને ખાસ કરીને પુરુષવર્ગ ઉપર ધગધગતી વાણીમાં પ્રહાર કરે છે. સમાજની અતિશયેાકિતભરી કાળી બાજૂની તે રજૂઆત કરે છે. સાદીક હુસેન સિદ્દીકીની ઉર્દૂ નવલકથા ઉપરથી લખાયેલી કથા ‘ક્રુઝેડ યુદ્ધ' (એમ. એચ. મેમીન) ઇ. સ. ના બારમા સૈકામાં ધર્મઝંડા હેઠળ મુસ્લિમેા સામે ઇસાઇઓએ કરેલા યુદ્ધની વીર તથા કરુણ રસ રેલાવતી ઐતિહાસિક નવલકથા છે.
સંસ્કૃત
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય' (માણેકલાલ ન્યાલચંદ) : શુભશીલણ કૃત એ નામના સંસ્કૃત ગ્રંથ ઉપરથી અનુવાદ રૂપે આ નવેલકથા લખવામાં આવી છે. સંવત ૧૪૯૯માં એ ખંડ અને ખાર સâમાં એ ગ્રંથ લખાયેલા, તેનાં પ્રકરણા પાડીને નવીન શૈલીનું અનુકરણ કરીને