________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૯ સાહિત્યવિષયક લેખે ઉપરાંત બીજી કેટલીક સામગ્રી પણ છે. નિબંધ ઉપરાંત વિચારમૌક્તિકો, પ્રસંગચિત્ર, વાર્તા, પત્ર, ભાવને ઇત્યાદિની બનેલી એ સંકીર્ણ સામગ્રી છે.
“લલિતકળા અને બીજા સાહિત્ય લેખ (રવ. ચૈતન્યબાળા મજમૂદાર, સં. મંજુલાલ મજમૂદાર)માં લેખિકાના નિબંધ, ભાષણો તથા લેખો સંગ્રહેલા છે. અભ્યાસ, મનન અને ચિંતનમાંથી ફુરેલા સામાન્ય કોટિના વિચારોનો પ્રવાહ તેમાં ફેલાયેલો છે. -----
“નાજુક સવારી' (વિનોદકાન્તઃ વિજયરાય વૈદ્ય) એ કિંચિત હળવી શૈલીએ લખાયેલી ૨૪ નિબંધિકાઓને સંગ્રહ છે. વિષયોમાં વૈવિધ્ય છે. અભ્યાસ અર્થે કરાતી વિષય–ડલો ઉપરની સવારી કઠણ છતા નાજુક છે' એ દષ્ટિબિંદુથી સંગ્રહનું નામ પાડવામાં આવ્યું છે. આ નાજુક કે હળવી શૈલીની નિબંધિકાઓ વિદિ ઉપજાવે તેવી નથી, લેખક પિતે કોઈ વાર વકૅક્તિદ્વારા પિતાની જાત પર થોડું હસી લે છે એટલું જ.
બંધુ અંબુભાઈના પત્ર' (અંબાલાલ બાલકૃણુ પુરાણુ) લેખક એક જાણીતા વ્યાયામપ્રેમી છે. હાલની કેળવણીપ્રવૃત્તિની ઊણપ વ્યાયામપ્રવૃત્તિથી દૂર કરવાને તેમને આદર્શ એકલા શરીરવિકાસ પૂરતું જ નથી, પરતુ નૈતિક શિક્ષણ, ભારતીય સંસ્કૃતિને પરિચય, રાષ્ટ્રીય ભાવના વગેરે બાબતો પર પણ પૂર્ણ લક્ષ આપીને પવિત્ર તથા આદર્શ અંતર ધરાવતા સશક્ત નાગરિકે નિપજાવવાનો છે? આ પત્રે એ દિશામાં માર્ગદર્શક નીવડે તેવા પ્રેરણાત્મક નિબંધ જેવા છે.
પથિકનાં પુ-ગુરછ ૨-૩ (બાલાલ બાલકૃષ્ણ પુરાણી): એ બેઉમાં નિબંધ, ચરિત્રલેખ, પત્રો, વાર્તાઓ, સંશોધનલેખ, સાહિત્યવિષયક લેખો વગેરે સંગ્રહેલા છે. બધા લેખેની પાછળ લેખકની ચિંતનશીલ પ્રકૃતિનું દર્શન થાય છે. ઈતિહાસ, ભૌતિકશાસ્ત્ર, અધ્યાત્મ, સાપેક્ષવાદ, ભાયાવાદ, સાહિત્ય, એવાએવા અનેક વિષયોને સ્પર્શતાં લેખક સપાટીથી ખૂળ ઉડે ઊતરીને તારતમ્ય કાઢી બતાવે છે. “પથિકના પ-ગુચ્છ ૧-૨-૩માં એ જ લેખકના પાને સંગ્રહ છે. પહેલા ગુચ્છમાં કિશોરે તથા યુવકોને સંબોધીને લખાયેલા કેટલાક જીવનવિષયક પ્રશ્નોના પત્રો છે; બીજામાં જાહેર કાર્યકર્તાઓને જીવનમાં તથા જાહેર પ્રવૃત્તિમાં ઉપયોગી થાય તેવા સૂચનાત્મક તથા નીતિ, સેવા, સાધના, રાષ્ટ્રોન્નતિ એવા ચર્ચાત્મક પત્રો છે; અને ત્રીજમાં એથી ય ઉચ્ચ કોટિએ પહેચેલા જિજ્ઞાસુઓ તથા સાધકે પ્રતિ લખાયેલા પડ્યો છે.