________________
પાંચ વર્ષનું સાહિત્ય - નવલકથા
૪૯
‘નિરંજના' (મૂળજીભાઇ શાહ) માં સુશિક્ષિત કન્યા એક પત્ની પરણેલા પતિને પરણવા અને શાક્ય બનવા તૈયાર થાય છે તે પ્રશ્ન ચર્ચવામાં આવ્યેા છે. લેખનની કેાટિ સામાન્ય છે. ‘વસંતકુંજ' (ત્રિકમલાલ પરમાર) એ એક પર બીજી સ્ત્રી પરણવાના પ્રશ્ન ઉપર લખાયેલી સામાન્ય કોટિની નવલકથા છે.
‘બંધન’ (ઇંદુકુમાર શહેરાવાળા) પ્રેમ, અનિષ્ટ લગ્ન, છૂટા છેડા, પુનર્લગ્ન અને છેવટે પશ્ચાત્તાપ એવી વિચિત્ર તાવણીમાંથી પસાર થતાં નાયકનાયિકાની કથા છે. વાતાવરણ અને ઘટનાએ અવાસ્તવિક લાગ્યા કરે છે.
જીવનના પ્રશ્નો
પ્રેમ, લગ્ન અને દાંપત્યના વર્તુલની બહાર પણ સંસારને વિશાળ સાગર પડચો છે, પરન્તુ એ સાગર ખેડવા માટે જે કુશળ હાથ જોઈ એ તે થાડા છે એટલે તે પ્રકારની નવલકથાએ કાંઈક આછી લખાઇ છે. આ પ્રકાર અનુવાદિત નવલકથાએમાં કાંઇક વધુ સમૃદ્ધ દેખાય છે.
‘પરાજય’ અને ‘અજીતા' (ધૂમકેતુ) એ બેઉ નવલકથાએ માનવના સાંસારિક જીવનને તેના મૌલિક અર્થમાં વણે છે. તેનાં પાત્રા અમુક નવીન વિચારસરણી સાથે જ પ્રવેશ કરે છે અને પછી પોતાના અભિનવ વ્યક્તિત્વને ખીલવતાં વાચક ઉપર છાપ પાડતાં આગળ વધે છે. વસ્તુવિધાન અને વાતાવરણ કૌતુકમયતા જગવે છે અને પ્રતીતિજનકતાની ઊણપને કારણે અવાસ્તવિકતા તરતી લાગે છે, છતાં અદ્ભુત પુરુષત્વ અને તેજસ્વી નારીત્વની છાપ છાપવાના હેતુ સાધવામાં નવલકથાએ પાછી પડતી નથી. વાતાવરણ અદ્યતન સાંસારિક લાગે છે, પરન્તુ વસ્તુતઃ સંસારમાં એવાં તેજસ્વી કલ્પિત પાત્રા ધડીને મૂકવાં કે જેમાંથી ભાવિ જનતા ચારિત્ર્યંગન માટે પ્રેરણાનું પાન કરે એ તેમાંના કેન્દ્રવર્તી ઉદ્દેશ છે.
:
‘તુલસીકયારા’ (ઝવેરચંદ મેઘાણી) : જૂના યુગના પિતા અને નવા યુગમાં ઊછરેલા તથા કૉલેજમાં પ્રેાફેસર થયેલા પુત્ર એ બેઉની જીવન વિશેની વિચારસરણીમાં જે ભેદ રહેલા છે તે ભેદની સરાણે વર્તમાન જીવનના અનેક પ્રશ્નોને લેખકે ચઢાવ્યા છે અને બતાવ્યું છે કે આર્થિક વૈભવ, બુદ્ધિની ઉત્કટતા કે આધિભૌતિક સુખ એ જ જીવનને પોષતાં નથી, પરન્તુ ઉદાત્ત જીવનભાવનાઓ જ પ્રેરણાદાયક બનીને ષ્ટિ માર્ગે ચાલવામાં મદદગાર બને છે. સ્વાર્થી મિત્રમંડળા, સુંવાળા સહચારના સાધકા, ક્રાન્તિની પાકળ ધૂન ચલાવનારાઓ, સ્ત્રી-પુરુષના સમાન હક્કના દંભી પુરસ્કર્તાએ અને સ્વતંત્રતાને નામે સ્વચ્છંદને પાપનારાએને લેખકે કથામાં સરસ રીતે આલેખ્યા છે અને તે બધાની પાછળ સળગતા સંસારની ભયાનક હેાળીનું દર્શન કરાવ્યું છે.