________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૯ કૌટુંબિક સંસ્કૃતિની ઉજવૂલતા આજના વખાતા જતા કૌટુંબિક સંસારમાં પણ મંગલમયતા વર્તાવી શકે છે એવો કથાનો નિષ્કર્ષ છે.
પારકાં જયાં (ઉમાશંકર જોષી) : ગ્રામજીવન છોડીને શહેરી જીવન ગાળનારને ધૂળ વૈભવ મળવા છતાં જીવનની સાચી સમૃદ્ધિ જેવા કોમળ માનસિક સંસ્કારોને ગુમાવવા પડે છે એ ધ્વનિ પુરાવનારી આ કથાનો પટ ત્રણ પેઢી સુધી પથરાય છે. પાત્રોનું આલેખન સુરેખ છે પણ કથાપટ પાતળો રહે છે.
“જાગતા રેજે (સોપાન): કર્મતિ અને કર્મસંન્યાસી એવાં બે મુખ્ય પાત્રોનાં મનોમંથન અને આચરણની ગૂંથણ આ કથાના બેઉ ભાગોમાં કરવામાં આવી છે. સંયોગ, અભ્યાસ, ચિંતન વગેરેને લીધે સેવાકાર્યરત સ્ત્રીપુરુષો પણ અપદિશામાં વહેવા લાગે છે અને નિવૃત્તિમાં આત્મશદ્ધિ શોધનારાઓ પ્રવૃત્તિ તરફ આકર્ષાય છે એ કથાવસ્તુ છે. વસ્તુને પાયો મનોવિજ્ઞાનની ભૂમિકા પર ચણો છે, એટલે વિચારમાં વર્તુલોમાં વાર્તા વધુ વિહરે છે. પાત્રોનું આલેખન તેજવી છે અને કથાગ શાન્ત-ધીરો છે.
“શભા” (ઈન્દ્ર વસાવડા) માં વાસ્તવિક જીવનમાંથી ઉઠાવેલા વસ્તુની આસપાસ વિધવિધ પાત્રોની અને પ્રસંગોની ગૂંથણી કરવામાં આવી છે. જીવનના કોઈ અભિનવ પ્રશ્નોની છણાવટ તેમાં કેદ્રસ્થ બનતી નથી. પણ શોભા અને બીજાં પાત્રોના જીવનપ્રસંગોનું આલેખન, કથાનું વાતાવરણ અને પાત્રોનાં વિચારમંથન તથા તરંગાવલિ રસ પૂર્યા કરે છે. પાત્રસર્જન સંવાદ દ્વારા કરવાની કલા લેખકે સફળતાપૂર્વક વાપરી છે. એ જ લેખકની બીજી નવલકથા “ગંગાનાં નીરમાં, પ્રકૃતિના વિશાળ પટ ઉપર માનવની જીવનલીલા વિસ્તરી રહેલી જોવામાં આવે એ પ્રકારનું પાત્રો અને પ્રસંગોથી ખચિત વાતાવરણ જામે છે. સ્ત્રી પુરૂનાં આકર્ષણ અને વિધવજીવનને પ્રશ્નો તેમાં છણાય છે અને જાતીય ખલને માટે યુવક-યુવતીઓને તિરસ્કારી ગુમાવવાં ન જોઈએ, પરંતુ જીવનની ગંગાનાં નીર તેમને પણ પાવન કરે છે માટે તેમનો સારામાં સારો ઉપયોગ કરવો જોઈએ એ મુખ્ય ધ્વનિ તેમાંથી છુરી રહે છે.
“કલ્યાણને માર્ગે (રમણીકલાલ દલાલ) એ સ્ત્રીજીવન, ગ્રામજીવન અને શહેરી જીવનમાં નવજીવનની કુંક મારીને અજ્ઞાનનાં આવરણ ફેડવાનાં સ્વપ્ન આલેખી બતાવે છે. દેશસેવા હદયવિશુદ્ધિથી જ મંગળમય બની શકે એ વિચાર કેંદ્રસ્થાને છે. પાત્રોમાં વાસ્તવિકતા છે એટલી વાસ્તવિકતા વાતાવરણમાં નથી; ગુજરાતી પાની કથા હોવા છતાં વાતાવરણ ગુજરાતી લાગે છે.