________________
ગ્રંથ અવંથકાર પુ “સ્વાર્પણ” અને “હત્રિપુટી' (ભદ્રકુમાર યાજ્ઞિક), “સુહાસિની (બાબુરાવ જેવી), “ક્ષિતીશ' (ઈદુકુમાર શહેરાવાળા) એ ચારે નવલકથાઓમાં લગ્ન અને પ્રેમનાં વસ્તુઓ સંયોજવામાં આવ્યાં છે અને લેખકોના તે પ્રાયોગિક દશાના પ્રયત્નો છે. શ્રી. રમણલાલ દેસાઈની કથાઓનાં અનુકરણે માત્ર કરવામાં આવ્યાં છે. “ક્ષિતીશ'ની તે ભાષા પણ કૃત્રિમ લાગે છે.
લયલા' (શવદા) એ મુસ્લિમ સંસારની સુવાચ્ય અને રસભરી નવલક્થા છે, અને કોઈ ખાસ-ખંસારિક પ્રશ્નને છેડયા વિના મનોરંજન પૂરું પાડે છે.
“જીવનની જવાળાઓ” (દ૫) એ આત્મકથા રૂપ નવલકથામાં લેખકે વર્તમાન સમાજમાંના મધ્યમ વર્ગના એક સંસારનું જ્વલંત રેખાચિત્ર સંયમ અને તટસ્થતાથી દોરી આપ્યું છે. અનેક પ્રકારનાં પાત્રોની સાંસારિક મૂંઝવણનો સંભાર તેમાં ભર્યો છે. વસ્તુનો પ્રકાર સામાન્ય છે, પરંતુ વસ્તુવિધાન અને પાત્રાલેખન કથામાં રસ પૂરે છે.
“જયશ્રી' (જયંત ન્યાલચંદ શાહ)માં ગુજરાતી સંસારને બંગાળી ઉમિલતાનાં કપડાં પહેરાવેલાં હોય તેમ લાગે છે. પ્રેમત્રિકોણમાંથી એક પાત્રના મૃત્યુ પછી બાકીનાં બેનું લગ્ન થાય છે, પણ પત્નીને વદન પર પવિત્રતાનું તેજ જોઈને વિચારવિવશ બનેલો પતિ યોગી બની જાય છે અને એ રીતે દિલનાં લગ્ન દેહલગ્નમાં પરિણમતાં નથી. લખાવટ સામાન્ય કોટિની છે.
“સુભગા” (સીતારામ શર્મા) ઉપલા વર્ગના શિક્ષિત યુવતીઓના દંપતી- ' જીવનની આ કરુણ કથા પાત્રોના મનોવ્યાપારોનું વિશ્લેષણ કરીને લખવામાં આવી છે. વસ્તુ આછું હોવા છતાં ચર્ચાત્મક પ્રસંગગૂંથણ તેમાં રસ પૂરે છે.
સુરેખા” (જેઠાલાલ ત્રિવેદી)માં સ્ત્રી-પુરુષના સંબંધમાં નૂતન યુગની ઉદારવૃત્તિ કેળવવાનો સૂચક ધ્વનિ સ્પરાવતા લેખક પ્રેમત્રિકોણની વચ્ચે અસ્પૃશ્યતા, રેલસંકટ નિવારણ, આશ્રમજીવન, રાજકીય પ્રવૃત્તિ, ગ્રામજીવન, સંતતિનિયમન ઈત્યાદિને લગતા પ્રસંગે ગોઠવી દે છે. શૈલીમાં શ્રી. રમણલાલ દેસાઇને પગલે પગલે ચાલવાનો યત્ન પરખાઈ આવે છે.
વર કે પર ?' (ચુનીલાલ વ. શાહ) એ કથાનો ધ્વનિ કવિશ્રી નાનાલાલના “આત્મા ઓળખે તે વર અને ન ઓળખે તે પર એ સુપ્રસિદ્ધ વાક્યમાં સમાયેલો છે. નાની વયમાં પરણેલો પતિ કેવા સંયોગોમાં “પર” બની જાય છે અને સ્ત્રીને ઠગવા આવેલો “પર પુરુષ કેવા સંગોમાં “વર બનવાને યોગ્ય બની જાય છે તે ઘટના પરંપરાને આ કથામાં રસભરી રીતે મૂર્ત સ્વરૂપ આપવવામાં આવ્યું છે.