________________
પાંચ વર્ષનું સાહિત્ય - નવલકથા
‘વિકાસ’ અને ‘વિલેાચના' (ચુનીલાલ વ. શાહ) એ બેઉ નવલકથાઓ વર્તમાન યુગની કેળવણી અને નવીન વિચારાનાં મેામાં ઘસડાતાં જુવાન પાત્રાની કથાઓ છે. પ્રથમ કથામાં જીવનના ‘વિકાસ’ની જુદીજુદી દિશાએ જોનારાં જુદાંજુદાં પાત્રા પાતપેાતાની રીતે આગળ વધ્યે જાય છે અને દરેકને તે તે દિશાની મર્યાદાનું ભાન થાય છે. આ ભાન થતાં પૂર્વે કેટલાક વિકાસપંથીઓને કરુણ અંત આવે છે, કેટલાંક પાછાં પડે છે અને થાડાંને વિકાસના સાચા ખ્યાલ આવે છે. આ કારણે જુદાજુદા પ્રકારનાં દાંપત્યજીવનને ચિતાર તુલનાત્મક નીવડે છે અને મુખ્ય ધ્વનિને પોષતા પ્રસંગેામાં રસ પૂરે છે, બીજી નવલકથામાં કોલેજિયન યુવતી અને તેના મર્યાદિત સુધરેલા વિચારના પિતાના વિચાર–ર્ષણમાંથી કથા પ્રારંભાય છે અને સ્વાતંત્ર્યને ઝંખતી કુમારિકા સ્વાતંત્ર્યના કડવા સ્વાદ પામવાની સાથેસાથે દાંપત્યને સ્વાતંત્ર્યના નાશનું ઉપલક્ષણ માનવાની ભૂલમાંથી કેવી રીતે બચે છે તે દર્શાવનારા પ્રસંગેા ગૂથવામાં આવેલા છે. સ્ત્રીત્વની મૂલગામી ભાવનાને તે પુરસ્કારે છે. બેઉ કથાએ વર્તમાન યુગના કેળવાયેલા માનસની રજૂઆત વૈજ્ઞાનિક રીતે કરતી હાઈ કેટલાક પ્રશ્નોની ગૂંચવણુના ઉકેલમાં તે દિશાદર્શક અને તેમ છે.
४७
‘વળામણાં’ અને ‘મળેલા જીવ' (પન્નાલાલ પટેલ) એ બેઉ ગ્રામજીવનના તળપદા પ્રેમપ્રસંગેાની ઉદાત્ત ભાવનાયુક્ત કથા છે. નૈસર્ગિક વિશુદ્ધ પ્રેમનું આલેખન ‘વળામણાં'ની નાયિકા દ્વારા લેખકે અદ્ભુત કુશળતાથી કર્યું છે. ‘મળેલા જીવ' માં પણ જુદીજુદી ન્યાતનાં યુવકયુવતીની વચ્ચે જાગેલા પ્રેમની કથા છે; પણ ‘વળામણાં’થી તે અનેક રીતે જુદી પડે છે. મેઉ કથાઓમાં ગામડાના નૈસર્ગિક સૌંદર્યની વચ્ચે પાત્રાને રજૂ કરવાની સુંદર કલા લેખકે હસ્તગત કરી હોય એમ જણાયા વિના રહેતું નથી.
‘ખાંડાની ધાર’ (રામનારાયણ ના. પાઠક):જુવાન હૃદયેામાનાં આકર્ષણા, સરલ જીવન જીવવાની અણઆવડત, મેહવશ થવાની ઉત્સુકતા અને જુવાનીની મૂર્ખાઇએ વડે ખુવાર થતા જીવનનું નિરૂપણ કરતી આ નવલકથામાં પ્રણયત્રિકાળુ મુખ્ય ભાગ ભજવે છે. પાત્રા જેટલે અંશે મનસ્વી છે તેટલે અંશે કથામાં વાસ્તવિકતાનું તત્ત્વ ઊભું રહે છે.
‘વિલંગ કથા’ (દુર્ગેશ શુકલ) : કામાંધાના ઉપહાસ કરીને ઉદાત્ત પ્રેમનો ખ્યાલ આ નવલકથામાં પ્રણયત્રિકાણના નિર્માણ દ્વારા લેખકે આપ્યા છે. પ્રેમ અને મેાહ વચ્ચેના ભેદ તેથી વિશદ થવા પામ્યા છે. કલાવિધાન શિથિલ છતાં આશાસ્પદ છે.